તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વસ્થ પાટણ થીમ સાથે યુવા પેઢીની મેરેથોન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ ખાતે યુથ હોસ્ટેલ એસોસીએશન ઇન્ડિયા પાટણ યુનિટ ના ઉપક્રમે રવિવારે વહેલી સવારે મેરેથોન ફોર સ્વચ્છ સ્વસ્થ પાટણનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અને સ્વસ્થ જીવન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટેયોજાયલી પાંચ કિલોમીટરની દોડને પોલીસ અધિક્ષક શોભા ભુતડાએ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પ્રસ્થાન કરાવ્યું હતું.જે યશ પ્લાઝા રેલવે સ્ટેશન રેલવે ફાટક થઈ કન્વેન્શન હોલ પરત ફરી હતી.આ મેરેથોનમાં જેન્ટ્સમાં ઠાકોર સોનકુવર ,વાસિયા કાંતિભાઈ અને અસારીયા કાંતિભાઈ જ્યારે લેડીઝ માં ઉર્વશીબેન વાઘેલા, ગીતાબેન પટેલ ,કવિતાબેન વિધાણી વિજેતા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...