તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાંસાપુરમાં 1.68 કરોડના ખર્ચે નવા સમ્પ અને બોરના કામનું ખાતમુહૂર્ત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ શહેરના હાંસાપુર ઓજી વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે પાલિકા દ્વારા 1.68 કરોડના ખર્ચે નવીન સમ્પ અને બોર બનાવવાનું આયોજન કરાયું છે. શનિવારે સમ્પ અને બોર બનાવાની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. સમ્પ અને બોર બનતા આ વિસ્તારના 1 હજારથી વધુ પરિવારોની પાણી સમસ્યા હલ થશે. નોંધનીય છે કે 2015માં મંજુર થયેલ કામનું 2020માં ભૂમિપૂજન શનિવારે કરાયું છે.વહીવટી મંજુરીમાં 4 વર્ષ નિકળી ગયા.

પાટણ પાલિકામાં સમાવેશ પામેલ રામનગર, માતરવાડી, માખણિયા પરા અને હાંસાપુર વિસ્તારોમાં પાણીની સમસ્યા હોય હલ કરવા પાલિકા દ્વારા 9 કરોડના ખર્ચે સમ્પ અને બોર માતરવાડી , રામનગર, માખણિયા પરા અને હાંસાપુર ખાતે કામો મંજુર કર્યા હતા ત્યારે શનિવારે સૌપ્રથમ હાંસાપુર ખાતે વિસ્તારની વર્ષો જૂની પાણીની સમસ્યા હોઈ 1.68 કરોડના ખર્ચે નવીન સંપ અને બોર બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું અને આ પ્રસંગે ઉપપ્રમુખ લાલેશ ઠક્કર, સભ્યો ભવાનજી ઠાકોર સહિત વિસ્તારના લોકો હાજર હતા.

2015 માં મંજૂર થયેલ કામનું 2020માં ભૂમિપૂજન કરાયું

અમારા સત્તામાંથી જવાના સમયે ઇંટ મૂકાઇ

નોંધનીય છેકે અોજી વિસ્તારો માટે રૂ.9 કરોડની ગ્રાન્ટ મંજુર થઇ હતી અને અા કામો કરવાનો નિર્ણય વર્તમાન સત્તાધીશ બોર્ડ સત્તામાં અાવ્યા ત્યારે કરાયો હતો ત્યારથી અા માટેની મંજુરીની પ્રક્રીયા ચાલી રહી હતી હવે જ્યારે બોર્ડના 5 વર્ષ પૂરા થવા અાવ્યા ત્યારે તેનું ભૂમિપૂજન થઇ રહ્યું છે. કોર્પોરેટર અને પૂર્વ પ્રમુખ ઉષાબેન પટેલના પતિ દિપકભાઇ પટેલે સરકારી તંત્રમાં કેટલી ધીમી ગતિઅે વહીવટી કામગીરી થઇ રહી છે તેનું અા દ્રષ્ટાંત છે તેવી ટિપ્પણી અા કામ સબંધે કરી હતી અને કહ્યું કે વહીવટી મંજુરીમાં ચાર વર્ષ નિકળી ગયા મહિને ટેન્ડરીંગ થયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો