Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લગ્નની લાલચે મહારાષ્ટ્રની બે સંતાનની માતાને વિજાપુરના કોટડીની મહિલા દલાલે 1.25 લાખમાં વારાહીમાં વેચી દીધી
મહારાષ્ટ્રની બે સંતાનોની માતા અને પતિથી અલગ રહેતી અેક મહિલાને બીજા સારા છોકરા સાથે સારા ઘરમાં લગ્ન કરાવી અાપવા ભરમાવીને વિજાપુરના કોટડીની મહિલાએ તેની જાણ બહાર જ વારાહીના અેક પરિવારમાં રૂ.1.25 લાખમાં વેચી મારી હતી. તેણીને આ પરિવારે ત્રણ મહિના સુધી ઘરમાં ગોંધી રાખી હતી. જેમાં એક શખ્સે સતત બે મહિના સુધી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં અાવી છે જે અંગે મહિલાએ વારાહી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વેચનારી મહિલા અને ખરીદનારાની શોધખોળ હાથ ધરી છે.જોકે વારાહીનો પરિવાર લાપત્તા થઇ ગયો છે.પોલીસ ભોગ બનેલ મહિલાને લઇ વિજાપુર જવા રવાના થઇ હતી.
અા શખ્સો સામે ગુનો
ઉષા ઠાકોર રહે. કોટડી તા. વિજાપુર
મણીબેન કાન્તીભાઇ રાણવા
પ્રેમીલાબેન રાણાભાઇ મકવાણા
સુરેશભાઇ કાન્તીભાઇ રાણવા
રતભાઇ કાન્તીભાઇ રાણવા
મનુભાઇ કાન્તીભાઇ રાણવા
નવીનભાઇ કાન્તીભાઇ રાણવા
જયેશભાઇ વાલાભાઇ મકવાણા
તમામ રહે.અાંબેડકરવાસ વારાહી
વિજાપુરના કોટડીની ઉષાબેન ઠાકોરે ત્રણ માસ અગાઉ સારા ઘરે
લગ્ન કરાવી.....અનુસંધાન 2 પર
ત્રણ મહિના ગોંધી રાખી દુષ્કર્મ ગુજાયું, મોબાઈલ અને આધારકાર્ડ પડાવી લીધા હતા : 181 ની મદદ મેળવી ચુંગાલમાંથી છુટી, આઠ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
મહારાષ્ટ્રની અેક મહિલા છેલ્લા 15 વર્ષ અગાઉથી સુરત ખાતે તેના માતા પિતા સાથે રહેતી હતી તેના લગ્ન સુરતમાં રહેતા મરાઠી શખ્સ સાથે થયેલ હતા તેને અેક દિકરો અને અેક દિકરી છ 7 વર્ષના છે પણ પતિ સાથે ઝગડો થતાં તેણી તેના સંતાનો સાથે અલગ રહેતી હતી. તેના માતા પિતા હયાત નથી અને વતનમાં પણ કોઇ સબંધી નહોઇ લગ્ન પ્રસંગોમાં રસોડામાં મજુરી કરીને ગુજરાન ચલાવતી હતી.સુરતમાં રહેતી વિજાપુરની કોઇ મહિલા સાથે પરીચય થતાં તે વિજાપુર ખાતે પણ કામ અર્થે અાવતી હતી. અા દરમ્યાન