તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અાવતાં ગરમાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્મા તાલુકા પંચાયતમાં તાજેતરમાંજ કોંગ્રેસમાંથી અને સભય પદેથી સસ્પેન્ડ કરાયેલા સભ્યોને હાઇકોર્ટના અાદેશથી પુન: સ્થાપિત કરાયા છે ત્યારે હવે વર્તમાન તાલુકા પંચાયત પ્રમુખ સામે ખાંડા ખખડવા લાગ્યા છે. જેમાં 11 સભ્યોઅે પ્રમુખ ઘેમરભાઇ અોધારભાઇ દેસાઇ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી છે જેને લઇ અાગામી ટુંક સમયમાં નવાજુની થવાની શક્યતાઅો છે.

રણાસણ બેઠકના સભ્ય કૈલેશભઇ હરીભાઇ પટેલ, વડાવળીના ધીરાજી પથુજી ચાવડા, મીઠીઘારીયાલના બાબુભાઇ કુબેરદાસ પટેલ, ધિણોજના રાજેશ્વરીબેન અરવિંદભાઇ ચાવડા, કંબોઇના કૈલાસબા ભરતસિંહ સોલંકી, લણવાના કોકીલાબેન કનૈયાલા પટેલ, દેલમાલના દિનેશભાઇ મફાભાઇ પ્રજાપતિ, જીતોલડાના કલાવતીબેન ગોપાળજી ઠાકોર, સુણસરના ભાથીજી વેલાજી ઝાલા, ટાકોદીના ઇબ્રાહીમભાઇ જીવણખાન સોલંકી,અને ધિણોજ-2 ના દિપીકાબેન વિષ્ણુભાઇ પટેલે તાલુકા વિકાસ અધિકારીને શુક્રવારે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો છે.તેઅોઅે અાક્ષેપ કર્યો છે કે પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર અાપખુદશાહીથી નિર્ણયો લે છે. અાયોજનની ગ્રાન્ટની અસમાન વહેચણી કરી છે.જેમાં ભ્રષ્ટાચારની ગંધ અાવે છે તેમજ સદસ્યોનો વિશ્વાસગુમાવી દીધેલ છે તેવા ત્રણ કારણોથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે. અાગામી 15 દિવસમાં સામાન્યસભા બોલાવવી જરૂરી બને છે. અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં પાંચ કોંગ્રેસી અસંતુષ્ટો, બે ભાજપી, બે અપક્ષ અને વર્તમાન પ્રમુખ જુથના બે સભ્યોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો