તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ એ તેમની પોતાની

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ એ તેમની પોતાની બલેનો કાર કચેરીમાં ભાડેથી રાખી નાણાકીય લાભ લીધો હોવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે.આ મામલે વિપક્ષે તેમનું સભ્યપદ રદ કરવા માટે ગાંધીનગર ખાતે વિકાસ કમિશનરમાં રજૂઆત કરતા મામલો ગરમાયો છે.

ભાજપ શાસિત પાટણ જિલ્લા પંચાયતમાં પ્રમુખની ગાડી ને મુદ્દે ભારે વિવાદ સર્જ્યો છે.જિલ્લાપંચાયત સદસ્ય વિપક્ષના પ્રવીણભાઈ રાઠોડે રજૂઆત કરી છે જેમાં પ્રમુખ માટે જે તે સમયે સરકારી વાહન ઈનોવા આપેલી હતી તે ગાડીનો વપરાશ ખુબજ નહીવત હતો તેમ છતાં બહુ ઓછા સમયમાં ઈનોવા ગાડી કંડમ કરી દેવામાં આવી હતી.પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિએ ધ્યાન ટ્રાવેલ્સ ને 2012ની ગાડી ચલાવવા બાબતે પત્ર લખેલો હતો અને ત્યારબાદ તેમના વિસ્તારની 2012 મોડેલની ટવેરા ગાડી નં ( જીજે 24એ 9313) તેમને ફાળવી આપવા માટે પણ પોતે પત્ર લખ્યો હતો તેમને પ્રમુખ તરીકે વ્યક્તિગત કોઈ ગાડી ફાળવણી કરવા માટે પત્ર લખવાની સત્તા પહોંચી નથી છતાં તેમણે તેમના ગામની બાજુમાં આવેલા દેથલી ગામની ટવેરા ગાડી ટેન્ડર ની શરત મુજબ ટેક્સી પાર્સિંગ ન હતી તેમજ 2014ના મોડલ કરતા નીચું મોડેલ હતું તેમ છતાં ગાડી મેળવવા માટે તેમણે પત્ર લખેલો છે પ્રમુખે તેમના હિત સંબંધ ધરાવતા વ્યક્તિને વાહન ભાડે ફેરવવા મળે તેવા હેતુથી કોન્ટ્રાક્ટર સાથે બારોબાર પત્રવ્યવહાર કર્યો છે.

ભાવ મંજૂર કર્યા ની શરતો મુજબ ટેક્સી પાર્સિંગ ના ભાવ માગવામાં આવેલા હતા તેમ છતાં પ્રાઇવેટ પાર્સિંગ વાળુ વાહન રાખી રૂ 1.95 લાખના બીલોનો લાભ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો