તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં બસ સ્ટેશન અને સ્ટેશન રોડ પરથી હટાવેલી શાકભાજીની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણમાં બસ સ્ટેશન અને સ્ટેશન રોડ પરથી હટાવેલી શાકભાજીની તેમજ અન્ય લારીઓ માટે શહેરના ખાડિયા વિસ્તારમાં જગ્યા ફાળવાઈ છે ત્યારે આ સ્થળે ફેરિયાઓની હુંસાતુંસી વધી છે જેમાં લારીઓ ઉભી રાખવાના મામલે હુમલાની ઘટના બનવા પામી હતી જેમાં ત્રણ ફરિયાદો દાખલ થઇ હતી.

પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે મણિલાલ જાલુભાઈ પટણીએ ગીતાંજલી વિસ્તારના ફેરિયાઓ મુકેશભાઈ પટણી, ચંપાબેન પટણી ,અજય પટણી અને જયેશ પટણી સામે શાકભાજી અને ફ્રુટ ની લારી ઉભી રાખવા મામલે પાઇપ વડે હુમલાની ફરિયાદ નોંધાવી હતી. બીજી ઘટનામાં મુકેશ રાજુભાઈ પટણીએ સરોજબેન પટણી, મણિલાલ પટણી, મુકેશ પટણી અને રાકેશ પટણી વેરાઈ ચકલા વિરૂદ્ધ ફરિયાદ હુમલો કર્યાની ફરીયાદ દાખલ કરી હતી. આ જ ઝઘડામાં અજય પટણી ગીતાંજલી છાપરામાં રહેતા તેના પિતાના ઘરે મળવા ગયેલ ત્યારે કિશન, કલ્પેશ અને મુકેશ પટણીએ હુમલો કર્યાની ફરિયાદ આપી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...