Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાંતલપુરના લોદ્રા ગામે ખેતરમાં જતી મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ
સાંતલપુર તાલુકાના ગાંજીસરથી લોદ્રા જવાના રસ્તા પાસે નહેરની બાજુમાં અાવેલ ખેતરે જઇ રહેલ મહિલાની ઇજ્જત લેવાની કોશિષ કરતાં બુમાબૂમ કરતાં શખ્સ માર મારીને નાસી છૂટ્યો હતો. અા અંગે મહિલાઅે તેના પતિ અને પરિવારજનોને કરતાં વારાહી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ ઘટનાની હકિકત એવી કે ગાંજીસર ગામના જેણાભાઇ વસરામભાઇ ઠાકોરના પત્ની ધૂળેટીના દિવસે સવારે નવ વાગ્યાના સુમારે તેમના ખેતરે જતા હતા તે સમયે ગાંજીસરથી લોદ્રા જવાના રસ્તા ઉપર આવેલ કેનાલ પાસે તેમના જ ગામનો ઠાકોર મુકેશભાઇ માવાભાઇ ઉ.વ.૩૦ અાવી ચડ્યો હતો અને તેમને રોકી બાથમાં લઇ ઇજ્જ્ત લેવાની કોશિષ કરી હતી જેમાં મહિલાઅે બુમાબૂમ કરતાં તે શખ્સે મોઢા ઉપર લાફો મારી દીધો હતો. પણ અા સમયે મહિલાની બૂમો સાંભળી અન્ય લોકો અાસપાસમાંથી અાવી જતાં વચ્ચે પડી મુકેશ ઠાકોર ત્યાંથી જતો રહ્યો હતો. અા અંગે મહિલાઅે તેના પતિ અને પરિવારજનોને કરતાં બીજા દિવસે વારાહી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અાપતાં PSI એમ.એમ.માળી તપાસ ચલાવી રહ્યા છે.