પાટણમાં કેન્દ્રીય પુરાતત્વ મંત્રીઅે રાણકીવાવની પ્રશંશા કરી પણ વિકાસ માટે હરફ ન ઉચ્ચાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણની અૈતિહાસિક રાણકીવાવ સંકુલનો વિકાસ કરવાની માંગ અાવશ્યકતા ઉઠી રહી છે ત્યારે ગુરૂવારે કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી પ્રહલાદસિંઘ પટેલે ગુરૂવારે વર્લ્ડ હેરીટેજ રાણકીવાવની મુલાકાત લઇ તેના બેજોડ શિલ્પ કલા સમૃધ્ધીની કલા વારસાની પ્રશંશા કરી હતી.જોકે વિકાસ સુવિધાઅો કરવા અંગે કશુંજ ન બોલ્યા નહતા.અા સમયે હાજર લોકોઅે કહ્યું કે વિકાસ યોજના સબંધે કાંઇ કહ્યું નથી પણ તેઅોની મુલાકાતથી અાગામી સમયમાં કંઇક નક્કર કાર્યયોજના બનવાની અાશા બની છે.

કેન્દ્રીય મંત્રીની મુલાકાત પ્રસંગે રાજ્યના પુરાતત્વ વિભાગના સુપ્રીન્ટેન્ડન્ટ હરીઅોમશરન, રીજનલ ડાયરેકટર નંદીની શાહુ તેમજ પાટણના અાર્કિયોલોજી કન્ઝર્વેટર મનસુરી પણ હાજર રહયા હતા. તેઅોનો અા પ્રવાસ વિશ્વ વિરાસત નિહાળવાનો અને અહીંની સુવિધાઅો નિહાળવા માટે હતો. પાટણથી તેઅો કચ્છ જવા રવાના થયા હતા.કચ્છમાં યોજાનાર અખિલ ભારતીય પ્રવાસન મંત્રી પરિષદમાં તેઅો ભાગ
લેવાના છે.

તેમણે જણાવ્યું કે, સંસ્કૃતિ, ઈતિહાસ અને વાસ્તુકળાને પુનઃસ્થાપિત કરવાનું કામ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરાય છે તેનું આ મોટું ઉદાહરણ છે.રાણકીવાવ સંભવતઃ કોઈ યંત્રોની મદદ વગર બાંધવામાં આવેલી છે તેમાં આપણા પૂર્વજોએ રોજીંદા કામની સાથે સંસ્કૃતિ અને પરંપરાને વણી લીધેલી છે તે આવનારી પેઢીએ સમજવાની જરૂર છે.તેઅોઅે રાણકીવાવ અને અહીંની સુવિધાઅો અંગે પુરાતત્વના વરિષ્ઠ અધિકારીઅો પાસેથી જાણકારી લીધી હતી.

મોઢેરાથી પાટણ અાવી વાવ નિહાળ્યા બાદ તેના સર્જન અને વિરાસતના જતન અંગે સરાહના કરી


_photocaption_કેન્દ્રીય પુરાતત્વ વિભાગ મંત્રીઅે રાણકીવાવની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું*photocaption*
અન્ય સમાચારો પણ છે...