તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના માખણીયા વિસ્તાર માં આવેલ ભૂગર્ભ ગટર નું પાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણના માખણીયા વિસ્તાર માં આવેલ ભૂગર્ભ ગટર નું પાણી કરવાના અેસટીપી પ્લાન્ટ સામે સ્થાનિક ખેડૂતો નારાજ થતાં તેઓ કોઇ નુકસાન ન પહોંચાડે તે માટે ગત 9 ડિસેમ્બરથી આ પ્લાન્ટ બંધ કરાયો છે જેને પુનઃ કાર્યરત કરવા ગુજરાત શહેરી વિકાસ કંપની જી.યુ.ડી.સી દ્વારા નગરપાલિકાને સૂચિત કરવામાં આવ્યું છે જેને પગલે પાલિકા દ્વારા તે માટે ગતિવિધિઓ હાથ ધરાઇ છે.

શહેરની ભૂગર્ભ ગટરનું પાણી શુદ્ધ કરીને ખેડૂતોને આપવા માટેનો સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલી રહ્યો છે અને તેમાં પાણી ફિલ્ટર કરીને આપવામાં પણ આવી રહ્યું છે પરંતુ પ્રદૂષણ સહિતના મુદ્દે આસપાસના ખેડૂતો દ્વારા પ્લાન્ટ બંધ કરવા રજૂઆતો કરવામાં આવી રહી છે જેમાં ૯ ડિસેમ્બર ના રોજ પ્લાન્ટ સાઇટ ઉપર જઈ વિરોધ કરતા પ્લાન્ટમાં કોઈ નુકસાન ન થાય તે માટે તે દિવસથી પાણી ફિલ્ટર કરવાનું બંધ કરાયું છે જે આજે પણ બંધ હાલતમાં છે ત્યારે નગરપાલિકા, જીયુડીસી કચેરીના પ્રતિનિધિ તેમજ વિરોધ દર્શાવી રહેલા સ્થાનિક ખેડૂતો સાથે સંયુક્ત વાટાઘાટો કરીને હાલના ઉદ્ભવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પાટણ નગરપાલિકાને લેખિત પત્ર દ્વારા શહેરી વિકાસ અેજન્સી દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે.

આ અંગે પાટણ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે પ્લાન્ટ ફરીથી શરૂ થાય તે માટે અમારી તૈયારી છે જી.યુ.ડી.સી દ્વારા આ પ્રમાણે માર્ગદર્શન આપવામાં આવ્યું હોય તેમના સહકારથી યોગ્ય નિરાકરણ આવે તેવા પ્રયાસો કરાશે.અા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...