તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણની બહેરા-મૂંગા શાળાના બે દોડવીરે નેશનલ ચેમ્પિયનશીપમાં 3 મેડલ જીત્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા કેરલના ઓલમ્પિયન રહેમાન સ્ટેડીયમ કોઝીકોડ ખાતે મૂક બધિર ખેલાડીઓની નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ યોજવામાં અાવી હતી જેમાં ગુજરાતના 57 સહીત દેશનાં 25 રાજ્યોના 1000 ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં ગુજરાતે એથ્લેટિક વિભાગમાંથી 10 મેડલ સાથે કુલ 50 મેડલ જીતી ગુજરાતની ક્ષમતાને ઉજાગર કરી હતી.પાટણના બે સ્પર્ધકોઅે મેડલ જીતીને પાટણ શહેરને પણ ગાૈરવ અપાવ્યું છે.

આ નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં એમ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણના ચાર ખેલાડીઓઅે શિક્ષક ઘેમરભાઇ દેસાઈ અને કોચ રાહુલ સલાટની રાહબરીમાં ભાગ લીધો હતો. જેમાં ઠાકોર સિધ્ધિ દશરથજી એ 100મી દોડમાં ગોલ્ડ, 200મી દોડમાં સિલ્વર તથા ચૌહાણ કૃપાલસિંહે 800મી દોડમાં બ્રોન્ઝ અેમ કુલ ત્રણ મેડલ મેળવી શાળાને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી છે.શિક્ષક ઘેમરભાઇ દેસાઈઅે જણાવ્યા મુજબ અગાઉ જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઠાકોર સિધ્ધિ એ 100અને 200મી દોડમાં જિલ્લા- રાજ્ય કક્ષાએ બે- બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.સ્પર્ધકોને ટ્રસ્ટીઓ, મંત્રી દેવેન્દ્રભાઇ સાલવી, વહીવટી અધિકારી નટુભાઈ મહેતા, આચાર્ય કુસુમબેન ચંદારાણા તેમજ શાળા પરિવારે બિરદાવ્યા હતા .નેશનલ સ્પર્ધામાં ખેલાડીઓને રોટરી ક્લબ અોફ પાટણે સ્પોન્સર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો