સાંતલપુર તાલુકામાંથી પસાર થતા સૂઇગામ કસ્ટમ રોડ પર બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાંતલપુર તાલુકામાંથી પસાર થતા સૂઇગામ કસ્ટમ રોડ પર બે વર્ષ અગાઉ કંડલા ખાતે ચોખાના કટ્ટાં ભરીને જઇ રહેલ ટ્રેલરને અોવરટેઇક કરી ઉભી રાખવી છરી બતાવી ગાડીમાંથી 12 કટ્ટા કિ.રૂ. 36000 અને ખિસ્સામાંથી રૂ. 1550 ની લુંટની ઘટના બની હતી જેમાં પકડાયેલા 1 શખ્સ સામેનો કેસ રાધનપુર સેસન્સ કોર્ટમાં ચાલી જતાં અારોપીને ઇપીકો કલમ 397 માં 10 વર્ષની સખત કેદ, રૂ.50000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ 2 વર્ષ કેદની સજાનો હુકમ કર્યો હતો.

રાજસ્થાનના અલવરના પાટણખુર્દના રહીશ બરકતઅલી રમજાનઅલી મુસલમાન હિસાર ગામે ગણેશ રોડલાઇન્સમાં ટ્રેલર ચાલક તરીક નોકરી કરતો હતો.જે 25/6/2018ના રોજ સપલ ટેક ઇન્ડસ્ટ્રીઝ હરીયાણામાંથી ચોખાના 700 કટ્ટા ભરીને કંડલા ગુજરાત જવા નિકળ્યા હતા તેની સાથે કંડકટર રોબીન પણ હતો.જેઅો જામવાડા નજીક પહોંચતાં ત્યાં ઉભેલી બોલેરો ગાડી પાસે ઉભા રહી કંડલાનો રસ્તો પૂછી અાગળ વધ્યા હતા .પાછળથી અા બોલેરો ગાડી અાવીને અોવરટેક કરી ટ્રેલર ઉભુ રખાવી બે શખ્સોઅે છરી બતાવી રોકડની લુંટ કરી નીચે ઉતારી ચોખાના 12 કટ્ટાની લુંટ કરી નાસી ગયા હતા.અા અંગે ટ્રેલર ચાલકે સાંતલપુર પોલીસ મથકે જઇ ગાડી નંબર સાથે ફરીયાદ કરી હતી .પોલીસે બાદમાં વસીમખાન હુસેનખાન મલેક રહે જારૂસાને પકડી લેતાં ફરીયાદીઅે તેને અોળખી બતાવતાં તેની સામે ચાર્જશીટ થઇ હતી જે કેસમાં સરકારી વકીલ જીતુભાઇ બારોટ અને મિતેશભાઇ પંડ્યાઅે દલીલો કર્યા બાદ કેદ ફરમાવી હતી.તેમજ દંડમાંથી રૂ. 30 હજાર ફરીયાદીને તેમજ રુ. 20 હજાર તેના કંડકટર રોબીન મુસલમાનને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો હતો. અા કેસમાં અન્ય મહમદખાન મલેક અને જાહીદખાન મલેકને પણ પકડ્યા હતા જેઅો સામે અલગથી કેસ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...