તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધ લેવાની ના પાડી માર મારતાં મંત્રીના પુત્ર સહિત બે સામે ગુનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી તાલુકાના દાદર ગામે દૂધ ડેરીમાં દૂધ ભરાવવા માટે ગયેલ પશુપાલક અને ડેરીના માણસો વચ્ચે દૂધ લેવા માટે રકઝક થતાં પશુપાલકને લાકડી અને ગડદાપાટુથી માર મારી જાનથી મારવાની ધમકી આપતા સભાસદ ખેડૂતે આ મામલે સમી પોલીસ સ્ટેશને બે સામે ફરિયાદ નોંધાવી છે.

દાદર ગામના ચૌધરી ભાવાભાઈ પેથાભાઇ શુક્રવારે સાંજે પોણા છ કલાકના સુમારે ગામની દુધસાગર દુધ ડેરી પર દૂધ ભરાવવા માટે ગયેલ હતા ત્યારે ડેરીના મંત્રીના ભત્રીજા સતિષભાઈ કાનજીભાઈ ચૌધરીઅે તમારે મોડા દૂધ ભરાવવા આવવું નહીં તેમ કહેતાં ભાવાભાઈ ચૌધરીએ હજુ 45 મિનિટ બાકી છે અને મારે પગાર પણ બાકી છે તેમ કહેતાં સતીષે તારું દૂધ મારે ભરવું નથી તારે જ્યાં ભરાવવું હોય ત્યાં ભરાવજે તેવો જવાબ આપ્યો હતો તેમજ મંત્રીના દિકરા ચૌધરી વિનોદભાઈ અજમલભાઈએ તેમની પાસેની લાકડી ભાવાભાઈને પગના થાપા ઉપર મારી હતી જ્યારે ચૌધરી સતિષભાઈઅે ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે સમી પોલીસ સ્ટેશનમાં બંને જણા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...