તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇકલ પર જતાં બે ભાઈઓને રિક્ષાચાલકે ટક્કર મારતાં ઈજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણની કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ નજીક રોડ પર સાઇકલ લઇને જઇ રહેલા બે વિદ્યાર્થી ભાઇઓને અજાણ્યા રિક્ષા ચાલકે ટક્કર મારતાં બન્ને રોડ પર પટકાતા નાનાભાઇને પગે ફેક્ચર થઇ હતુ. આ અંગે ઇજાગ્રસ્તના પિતાએ પોલીસ મથકે અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણની મોતીસા દરવાજા ખોડીયારનગર સોસાયટી રહેતા હરેશભાઇ અમીચંદભાઇ સોલંકીનો દિકરો દિપક ધોરણ -11 અભ્યાસ કરે છે અને મયંક ધોરણ -5માં અભ્યાસ કરે છ. મયંકનુ સોમવારે પેપર છૂટ્યા બાદ તેના મોટા ભાઇ સાથે બન્ને સાયકલ પર ઘરે આવી રહ્યા હતા. તે વખતે મોતીસા તરફથી આવી રહેલી રિક્ષાના ચાલકે ટક્કર મારતાં બન્ને રોડ પર પટકાયા હતા જેમાં દિપકને સામાન્ય ઈજાઓ જ્યારે મયંક જમણા પગે ફેકચર થયુ હતું. આ અકસ્માત દરમ્યાન રિક્ષા ચાલક નાશી છૂટ્યો હતો. આ અંગે ઇજાગ્રસ્ત પિતાએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...