તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના કોલેજ કેમ્પસ બહાર અંડરબ્રીજ પાસે કોમર્સ કોલેજના બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણના કોલેજ કેમ્પસ બહાર અંડરબ્રીજ પાસે કોમર્સ કોલેજના બે વિદ્યાર્થીઅો પસાર થતા અન્ય વિદ્યાર્થીને ટકરાઇ જવા બાબતે બુધવારે સવારે 4 અજાણ્યા શખ્સોઅે હુમલો કરતાં યુવકને માથામાં પાઇપથી ઇજાઅો થવા પામી હતી જ્યારે અા ઘટના બાદ બપોરના સુમારે હાઇવે પર કાઠીયાવાડી હોટલ પાસે 10-12 અજાણ્યા શખ્સોઅે હુમલો કરતાં સરસ્વતીના મોટા નાયતા ગામના યુવકને પીઠમાં છરી વાગતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

શહેરની ટીઅેસઅાર કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા અંકિતસિંહ બાલુભા વાઘેલા (દરબાર) રહે.ઉંબરી તેના મિત્ર પરેશસિંહ સાથે કોલેજમાંથી પરિક્ષા અાપી બહાર અાવતાં અજાણ્યો શખ્સ ટકરાયેલ હતો જેમાં બન્ને વચ્ચે અંદરોઅંદર બોલાચાલી થતાં તે શખ્સે પરેશને લાફો મારી દીધો હતો. બાદમાં અંકિતસિંહ અને પરેશ બન્ને કોલેજ કેન્ટીનમા ચા નાસ્તો કરવા બેઠેલા હતા ત્યાં 4 અજાણ્યા શખ્સો અાવી લાકડી લોખંડની પાઇપ મારતાં અંકિતને માથાના પાછળના ભાગે ઇજા થતાં જનતા હોસ્પિટલમાં દવાખાને ખસેડાયો હતો.

અા ઘટના પછી બપોરે 1/30ના સુમારે કિર્તીજી રમેશજી ઠાકોર રહે. મોટા નાયતા વગેરે હોટલ કાઠીયાવાડી પાસે સબંધીના ગેરેજ પાસે બેઠેલા હતા ત્યારે 10 જેટલા યુવકો ચપ્પા છરી લઇને ધસી અાવ્યા હતા જેમાં અનિરૂધ્ધસિંહ નામના યુવકે પીઠમાં છરી અને ધર્મેન્દ્રસિંહે માથાના ભાગે લોખંડની પાઇપ મારતાં કિર્તીજીને પાટણના ખાનગી દવાખાને દાખલ કરાયો હતો.ા બંને ઘટનાઅો અંગે અલગ અલગ ફરીયાદો દાખલ થઇ હતી જેમાં ઇન્ચાર્જ પીઅાઇ અાર.જી.ચાૈધરી તપાસ ચલાવી રહ્યા છે. જોકે અા બંને ઘટનાઅો પાછળનું સાચું કારણ બહાર અાવ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...