બાર ગામ તપોધન બ્રાહમણ સમાજનો સમૂહ લગ્ન-યજ્ઞોપવિત પ્રસંગ યોજાયો

સમાજની તેજસ્વી દિકરીઅોને વિવિધ સિદ્ધિ બદલ સન્માનીત કરાઇ

DivyaBhaskar News Network | Updated - Feb 12, 2019, 03:30 AM
Patan News - twelve villages a group of brahman samaj organized a wedding ceremony 033009
પાટણ સિધ્ધપુર પંથકના 12 ગામોના બનેલા શ્રી સમસ્ત બાર ગામ તપોધન બ્રાહ્મણ સમાજ દ્વારા 13 મો સમૂહ લગ્ન-યજ્ઞોપવિતનો પ્રસંગ શનિવારે મહેસાણા ખાતે અવસર પાર્ટી પ્લોટમાં યોજાયો હતો જેમાં 17 તપોધન બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત પ્રદાન કરાઇ હતી.જ્યારે બે નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

અા પ્રસંગે કન્યા શિક્ષણ પર ભાર મૂકાયો હતો. તેજસ્વી દિકરીઅોનું સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં સિધ્ધપુર, અૈઠોર,દેણપ,વડનગર, વાલમ, વિસનગર, બાલીસણા,બામોસણા, સંડેર,મણુંદ,પાટણ અને મોટી દાઉ અેમ બાર ગામોના જ્ઞાતિજનો પધારી સમૂહમાં પ્રીતીભોજન લઇ ખુશી અનુભવી હતી.સમગ્ર પ્રસંગ અને સમારંભના સફ્ળ સંચાલનમાં સમાજના કારોબારી-મહિલાપાંખ, યુવાપાંખ, સલાહકાર અને આમંત્રિત સમિતીના હોદ્દેદારોએ યોગદાન કર્યુ હતું.

અા કાર્યક્રમમાં બંને દંપતિઅો અને તમામ બટુકોને ભેટ સોગાદ અપાયા હતા.જ્યારે બેટીઅોને પ્રોત્સાહન અાપવા માટે કાયદામાં પી.અેચ.ડી.કરનાર પાટણની ડો.નીકીતા દિલીપકુમાર રાવલ, મલેશીયામાં વૈદીક ગણિતમાં વિજેતા થયેલ કશિષ પરાગકુમાર રાવલ, ખેલમહાકુંભમાં ટેબલ ટેનીસમાં રાજ્યમાં બીજા ક્રમે અાવેલ પાટણની ક્રિષા ભવતોષકુમાર રાવલ તેમજ અેમ ટેક સુધી ઉચ્ચ શિક્ષણ મેળવનાર સિધ્ધપુરનીકૃપા કલ્પેશકુમાર રાવલને સન્માનિત કરાઇ હતી.

X
Patan News - twelve villages a group of brahman samaj organized a wedding ceremony 033009
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App