તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણમાં ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેરમાં જાગૃતિ રેલી સહીત બગવાડા દરવાજા ખાતે વાહન ચાલકોમાં નિયમોના અવર્નેશ માટે ગુલાબના ફૂલ આપી નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી.ટ્રાફિક પોલીસ દ્વારા શહેર સહીત જિલ્લામાં 11 થી 17 જાન્યુ એક સપ્તાહ સુધી અવર્નેશ માટેના વિવિધ કાર્યક્રમ કરશે

શહેરમાં શનિવારે સવારે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોની જાગૃતતા માટે રેલીનું આયોજન કરાયું હતું યુનિવસિર્ટીના ગેટ આગળથી જિલ્લા ટ્રાફિક પીએસઆઇ કલ્પના ગોસ્વામીએ રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ રેલી ડીજે ગીતો સાથે પ્રસ્થાન થઇ યુનિવસિર્ટી રોડથી પાલિકા બજાર ,રેલવે સ્ટેશન થી થઇ બગવાડા દરવાજા ખાતે સમાપન થઇ હતી,જેમાં કામરાન શાળાના બાળકો ,હેડ કવાટરમાં ટ્રેનિંગ લઇ રહેલા 130 પોલીસકર્મી ,શહેરના અગ્રણી બાબુભાઇ પ્રજાપતિ ,જ્યોત્સ્નાબેન નાથ સહીત શહેર ટ્રાફિક પીએસઆઇ ગઢવી જોડાયા હતા.બગવાડા દરવાજા ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના પાલન માટે વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી જાગૃત બનવા અપીલ કરી હતી,બપોરના સમયે કોલેજ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અવર્નેશ આવે તે માટે જાગૃતતા સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા અવર્નેશ માટે માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોમાં જાગૃતતા માટેના સંદેશ આપેલા લખાણ વાળા પતંગો વિતરણ કરાયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો