તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં વેપારીને ચેક રિટર્ન કેસમાં 15 માસની કેદ, 5.66 લાખ વળતર ચૂકવવા અાદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ શહેરમાં અેક વેપારીઅે ધંધાકીય હેતું માટે શહેરની પીપલ્સ કો.અો. સોસાયટીમાંથી રૂ. 2 લાખ ધિરાણ મેળવ્યુ હતુ જેના ચૂકવણા માટે અાપેલ ચેક પરત ફરતાં કોર્ટે 15 માસની સાદી કેદ ભોગવવા અને રૂ. 566052 વળતર ચૂકવવા ફરમાન કર્યું હતું.

શહેરના રહીશ સંદીપભાઇ મોદીઅે 25/4/2003 ના રોજ પીપલ્સ કો.અો.સોસાયટીમાંથી રૂ. 2 લાખ ધિરાણ લીધું હતું જેમાં પૈસા ન ભરતાં રૂ. 337368 લેણા ચડત થયા હતા.જે વસુલ કરવા સોસાયટીઅે તેમણે અાપેલ રણુંજ નાગરીક બેંકના પાંચ ચેક શહેરની મહેસાણા ડીસ્ટ્રીકટ બેંકમાં ભરતાં 11 જુન 2009 ના રોજ પાછા ફર્યા હતા. જેમાં નેગોશીયેબલ અેકટ મુજબ ફરીયાદ થઇ હતી જેમાં અેડીશનલ ચીફ મેજિસ્ટ્રેટ અે.અેમ.બુખારીઅે 15 માસની સજા ફરમાવી 60 દિવસમાં વળતર ન ચૂકવે તો વધુ 30 દિવસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...