પાટણ આરટીઓ કચેરીમાંથી પાંચ હજારની લાચ લેતા પકડાયેલા ટ્રેક
પાટણ આરટીઓ કચેરીમાંથી પાંચ હજારની લાચ લેતા પકડાયેલા ટ્રેક ઓપરેટરને શનિવારે પાટણ એસીબીએ સેશન કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી જેમાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
પાટણ આરટીઓ કચેરીમાં થી લાયસન્સ કાઢવા માટે ટ્રેક ટેસ્ટ પાસ કરાવી આપવા ના રૂ 5000 ની લાચ લેતા પાટણના કેતુલ કનુભાઈ પટેલ ને અમદાવાદ એસીબીની ટીમે પકડી આગળની તપાસ પાટણ એસીબીને સોંપાતા એસીબી ઇન્ચાર્જ પીઆઈ કે.જે.પટેલે અન્ય અધિકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ માટે કચેરીના સીસીટીવી કેમેરા ના ફૂટેજ લેવામાં આવશે તેમજ તેની કોલ ડીટેલ લેવામાં આવશે.ઉપરાંત એફ એસ એલ ખાતે આરોપીનો એલવીએ ટેસ્ટ કરાવવામાં આવશે.પાટણ તેમજ ભૂજ એસીબીની સંયુક્ત ટીમે આરોપીના ઘરની ઝડતી તપાસ કરી હતી.