તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના 89 કેન્દ્રો પર આજે 32910 ઉમેદવારો LRDની પરીક્ષા આપશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકરક્ષકની સ્પર્ધાત્મક રવિવારે યોજાનાર છે પાટણ જિલ્લાના સાતલપુર, રાધનપુર, વારાહી, સમી, શંખેશ્વર, હારિજ, ચાણસ્મા, ધીણોજ, રણુજ, પાટણ, બાલીસણા, વાગડોદ, જંગરાલ, વાયડ, સિદ્ધપુર, બીલીયા અને કોઇટા ગામે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર નીચે લેવાશે.

સવારે 8 થી 10:30 કલાક દરમિયાન બાયોમેટ્રિક સિસ્ટમથી ઉમેદવારોના થમ્સ લેવાની કાર્યવાહી ચાલશે. સવારે 11 થી 12 કલાક દરમિયાન પરીક્ષા લેવાશે. પ્રશ્નપત્રો પાટણ કે કે ગર્લ્સ હાઇસ્કુલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા.રવિવારે તેમાંથી પોલીસની ગાડીમાં જ પરીક્ષા કેન્દ્ર સુધી પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા જ પહોંચાડવામાં આવશે.

આ વખતે પરીક્ષાનો સમય સવારનો રાખવામાં આવ્યો હોવાથી પરીક્ષા સેન્ટર પર જવા માટે મોટાભાગના ઉમેદવારો બસ મારફતે શનિવારે જ રવાના થયા હતા.પાટણ એસ.ટી.ડેપોમાંથી 1306 ઉમેદવારોએ ભુજ, ગાંધીનગર, અમદાવાદ, સાંતલપુર, પાલનપુર, અંબાજી સહિતના સ્થળોએ પરીક્ષા આપવા જવા માટે ઓનલાઇન રીઝવેશન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...