તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની પરીક્ષા માટે સમીમાં રિઝર્વેશન ન થતા પરીક્ષાર્થીઓને હાલાકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે યોજાનાર લોક રક્ષક દળની પરીક્ષામાં સમી તાલુકાના હજારો પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે ફ્રીમાં મુસાફરી માટે ઓનલાઇન રિઝર્વેશન માટે સમી બસ સ્ટેન્ડ ખાતે કોઈ સુવિધા ન હોવાથી પરીક્ષાર્થીઓને હારિજ અને રાધનપુર સુધી રિઝર્વેશન માટે લાંબા થવું પડી રહ્યું છે સરકાર દ્વારા આ દિવસે પરીક્ષાર્થીઓને મફત મુસાફરી ની જાહેરાત થતા પરીક્ષાર્થીઓ ઓનલાઇન રિઝર્વેશન માટે સમી બસ સ્ટેન્ડ ખાતે આવે છે પરંતુ કોઈપણ પ્રકારની રીઝર્વેશન સુવિધા ન હોવાને કારણે પરીક્ષાર્થીઓને પાટણ સુધી લાંબુ થવું પડી રહ્યું છે ત્યારે સમી ખાતે રિઝર્વેશન ચાલુ કરવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...