તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચાણસ્મામાં તંત્ર રૂ19.83 લાખના ખર્ચે જિમ સેંટરનો પ્રારંભ કરવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મામાં તંત્ર રૂ19.83 લાખના ખર્ચે જિમ સેંટરનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યું છે પરંતુ શિયાળા બાદ જિમ સેંટર શરૂ કરવાનો તંત્રનો પ્રયાસ લોકોમાં હાસ્યાસ્પદ બની રહ્યો છે છેલ્લા દોઢ વર્ષથી જિમ સેંટર મંજૂર થયેલું છે પરંતુ ટેન્ડર વિલંબિત થવાથી કે અન્ય કોઇ કારણોસર આ જિમ સેંટર શિયાળો પુરો થવા આવ્યો છતાં શરૂ થઇ શક્યું નથી. અને હવે ફેબ્રુઆરી માસમાં સેન્ટર શરૂ કરવા માટે તંત્રે આયોજન કર્યું છે.

ચાણસ્મા શહેરમાં પાલિકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના પ્રયત્નોથી કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રૂ 19.83 લાખના ખર્ચે આ જીમ સેન્ટરનો પ્રારંભ થવાનો છે આ જિમ સેંટરમાં કસરત કરવા માટેના જુદા જુદા 30 આધુનિક સાધનો ઉપલબ્ધ કરાશે. તેમજ સેન્ટર પર એક ઇન્સ્ટ્રક્ટરની પણ નિમણૂક કરાશે. જિમ સેંટરના મેન્ટેનસ ખર્ચ માટે રૂ 2.50 લાખ ફાળવાશે. ચાણસ્મા શહેર સહિત તાલુકાના લોકો આ સેંટરનો ઉપયોગ કરી શકશે. માસિક રૂ 300 ચાર્જ રહેશે આ સેન્ટર શરૂ કરવા માટેની મોટા ભાગની કામગીરી પૂર્ણતાને આરે છે ત્યારે ફેબ્રુઆરી માસમાં જિમ સેન્ટર શરૂ કરવાનું તંત્રનું આયોજન છે છેલ્લા દોઢ વર્ષથી આ સેન્ટર મંજૂર થયેલું છે.

અન્ય સમાચારો પણ છે...