સરહદી સાંતલપુર પંથકના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સરહદી સાંતલપુર પંથકના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે રૂ.80 કરોડના ખર્ચે એક્સપ્રેસ લાઈન ભૂગર્ભમાં આઇઓસીની પાઇપ લાઇન ક્રોસ કરતી હોવાથી રાધનપુર પાણી પુરવઠા તંત્ર દ્વારા 4 માસ અગાઉ આઇઓસીની મંજૂરી માંગી છે પરંતુ હજુ આઇઓસી દ્વારા તેની મંજૂરી મળી નથી જ્યારે બે સ્થળોએ આઇઓસીની પાઇપલાઇન ઉપર થઇને પાણીની પાઇપલાઇન ક્રોસ થતી હોવાથી પાણી પુરવઠા તંત્રને 5 કરોડનો વીમો લેવો પડ્યો છે.

રાણકપુરથી સાંતલપુર સુધીમાં એક્સપ્રેસ લાઈન નાખવા માટેની કામગીરી ૧૫ મે સુધીમાં પૂર્ણ કરવા કલેકટર આનંદ પટેલે સુચના આપી છે પરંતુ પીવાના પાણીની પાઈપલાઈન રાધનપુર નજીક મહેસાણા હાઇવે પર બે સ્થળોએ આઇઓસીની પાઇપ લાઇન પરથી ક્રોસ થતી હોવાથી પાણીની લાઇન પસાર કરવા માટે રાધનપુર પાણી પુરવઠા તંત્ર દ્વારા છેક ડિસેમ્બર મહિનામાં મંજૂરી માંગી છે પરંતુ મંજૂરી મળી ન હોવાથી કામગીરી વિલંબિત થઈ રહી છ. પરંતુ પરિણામ ન અાવતાં તંત્રએ રાધનપુરના ભીલોટ ત્રણ રસ્તાથી લાઇન શરૂ કરવાનો વિકલ્પ અપનાવ્યો છે. બાદમાં આઈઓસીની લાઇન પરથી પાણીની એમએસ લાઇન ક્રોસ કરી શરૂ કરવા તંત્રએ વિચાર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાધનપુર પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ભાવસારે જણાવ્યું કે એક્સપ્રેસ લાઈન રેગ્યુલર રીતે શરૂ થતા થોડો સમય લાગશે પરંતુ દશેક દિવસમાં લાઈનમાં પાણી નાખી દઈશું. પાઈપ ક્રોસીંગ મંજૂરી આગામી અઠવાડિયામાં લગભગ મળી જશે.

અન્ય સમાચારો પણ છે...