સિદ્ધપુરમાં તસ્કરોએ ફરી એક વાર તરખાટ મચાવ્યો છે શનિવારે

Siddhpur News - tisocoras in sidhpur have once again hit the southern coast 034703

DivyaBhaskar News Network

Feb 12, 2019, 03:47 AM IST

સિદ્ધપુરમાં તસ્કરોએ ફરી એક વાર તરખાટ મચાવ્યો છે શનિવારે રાત્રીએ સિદ્ધપુરની બે સોસાયટીમાં 5 બંધ મકાનોના તાળા તૂટ્યા હતા જેમાં ચાર મકાનોમાં તસ્કરોને ફોગટ ફેરો પડ્યો હતો જયારે પુષ્પ વાટિકા સોસાયટીમાં એક બંધ મકાનમાં સોના ચાંદીમાં દાગીના મળી કુલ રૂ 2,07,000/-ની ચોરી થઇ હતી.

સિદ્ધપુર શહેરની પુષ્પ વાટિકા સોસાયટી મકાન નંબર 147 માં રહેતા પ્રાર્થનાબેન મહેશભાઈ પાધ્યાએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ ગત 24 જાન્યુઆરીના રોજ જગન્નાથપુરી ગયેલ હતા અને પરત આવી રહ્યા હતા ત્યારે પાડોશી દ્વારા જણાવ્યું હતું કે, ઘરના દરવાજાનો નકુચો તૂટેલ છે જેથી ઘરે આવી તપાસ કરતાં ઘરમાં તમામ સરસામાન વેરવિખેર હાલતમાં હતો જયારે ઘરમાં મુકેલ તિજોરી જે ખુલ્લી હાલતમાં હતી અને તિજોરીમાંથી તપાસ કરતા સોનાનું પેન્ડલ દોઢ તોલા કિ. 45,000/-, સોનાની ચેઇન નંગ -2, બે તોલા કિ.60,000/-, સોનાની વીંટી નંગ-4, દોઢ તોલા કિ.45,000/-, સફેદ મોતીની માળા કિ.15,000/-,રુદ્રાક્ષની માળા સોનાની કિ. 30,000/-, ચાંદીનો જુડો મળી 30 ગ્રામ,કિ 5000/-રોકડ 7000 મળી કુલ 2,07,000ની મત્તા ચોરી થઈ હતી.આ ઉપરાંત પ્રાર્થનાબેન મહેશભાઈ પાધ્યા 24 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરીના સમય દરમ્યાન મકાન બંધ કરીને બહાર ગામ ગયેલ તે સમય દરમ્યાન કોઈ શખ્સો ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં તિજોરી તોડી સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જોકે અન્ય ત્રણ મકાનોના તાળા તૂટ્યા હોઇ હાલમાં જ ચોરી થઇ હોવાનું જણાઇ રહયું હોવાનું લોકોઅે કહયું હતું.

X
Siddhpur News - tisocoras in sidhpur have once again hit the southern coast 034703
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી