યુનિ.માં 28 હજાર ડિગ્રી સર્ટી કવર ના હોય 22 દિવસથી ધૂળ ખાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવસિર્ટીમાં 2017 ના ડિગ્રી સર્ટિ માંડ દોઢ વર્ષ પછી આવ્યા બાદ પણ ડિગ્રી સારતી ભરવા માટેના કવર ના હોય છેલ્લા પંદર દિવસથી ડિગ્રી સર્ટિ વિતરણની કામગીરી ખોરંભે ચડી છે.

યુનિવર્સિટીમાં વર્ષ 2017 -18 ના 28 હજાર જેટલા છાત્રોના ડિગ્રી સર્ટી દોઢ વર્ષ બાદ પ્રિન્ટ થઈને આવ્યા છે ત્યારે ડિગ્રી સર્ટી આટલા લેટ આવ્યા બાદ ઝડપથી વિતરણ કરવાના બદલે છેલ્લા પંદર દિવસથી પરીક્ષા વિભાગમાં આ ડિગ્રી સર્ટીઓ ધૂળ ખાઈ રહ્યા છે તેનું કારણ છે કે ડિગ્રી સર્ટી ભરવા માટે કવર ખૂટી પડતા જાગેલ પરીક્ષા વિભાગે સ્ટ્રોંગ વિભાગને નવીન કવર માટે માંગણી કરતા સ્ટ્રોંગ વિભાગ દ્વારા કવર મંગાવામાં આવ્યા છે પરંતુ 22 એપ્રિલ થી 10 મેં એટલે 22 દિવસ વીત્યા બાદ પણ ડિગ્રી સર્ટીના કવર યુનિવર્સિટીમાં આવ્યા નથી ત્યારે કવર વગર વિતરણની કામગીરી ખોરંભે ચડતા ડિગ્રી સર્ટીઓ છાત્રો સુધી પહોંચી શકયા નથી ત્યારે યુનિવર્સીટી સ્ટ્રોંગ વિભાગની બેદરકારીને લઇ કવર જેવી સામાન્ય બાબતે મહત્વના ડિગ્રી સર્ટી પડી રહ્યા છે અને ડિગ્રી સર્ટી મેળવવામાં વધુ વિલંબ થતા છાત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...