તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાજેતરમાં લેવાયેલી લોકરક્ષકની પરીક્ષામાં મોટા પાયે સેટિંગ થયા હોવાનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં લેવાયેલી લોકરક્ષકની પરીક્ષામાં મોટા પાયે સેટિંગ થયા હોવાનો આક્ષેપ કરતું આવેદનપત્ર પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા ગુરુવારે પાટણ કલેકટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈના હોદ્દેદારો અને કાર્યકરોએ પાટણ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર બીજી પ્રજાપતિને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે એલઆરડીની પરીક્ષામાં મોટા પાયે સેટિંગ થવાના છે કારણ કે પરીક્ષામાં જવાબવહી પર ઉમેદવારનું નામ લખ્યા બાદ તેના પર કોઇ બારકોડ સ્ટીકર મારવામાં આવ્યું નથી જે ઉમેદવારનું રીઝલ્ટ ડિકલેર થશે તે નામ જોઈ જોઈને થશે અને સરકારના મળતી આવો ના નામ પહેલેથી નક્કી થઈ જશે તેઓ આક્ષેપ કર્યો છે ત્યારે આ પરીક્ષાર્થીઓને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...