ચાણસ્માના સેંધા પ્રા.શાળામાંથી લેપટોપની ચોરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના સેંધા ગામે પ્રા.શાળામાં છેલ્લા સાત વર્ષથી મુખ્યશિક્ષક તરીકે ફરજ બજાવતાં સેવાળા ગામના ધરમસિંહભાઇ ખેંગારભાઇ દેસાઇ ગત 23/11/2019ના રોજ શાળા બંધ કરી ઘરે ગયા પછી 25 નવેમ્બરે તેમની શાળામાં ફરજ બજાવતા દિલીપકુમાર દેસાઇ, દીનેશકુમાર દવે અને ભીખાભાઇ પરમાર શાળાઅે જતાં ધો.7ના દરવાજો તૂટેલો જોતાં ધરમસિંહભાઇને જાણ કરતાં તેઅો શાળાઅે જઇ તપાસ કરતાં શાળાનું ડેલ કંપનીનું લેપટોપ મળી ન હતું. તેથી તેઅોઅે મોડેથી વડી કચેરીને જાણ કરતાં અા લેપટોપ પર ડેડસ્ટોક રજિસ્ટર નંબર હોઇ ફરીયાદ અાપવા સૂચના અાપતાં ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ અજાણ્યા શખ્સ સામે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...