Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહિલાને સાસરિયાંઓએ મારી નાંખવાની ધમકી આપી
પાટણના મહિલા પોલીસ સ્ટેશનમાં નવા વર્ષમાં મહિલાને શારીરીક માનસીક ત્રાસનો પ્રથમ ગુનો દાખલ થયો છે. સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે પરણાવેલ અને હાલે પાટણ તાલુકાના સંખારી ગામે પીયરમા રહેતી રમેશભાઇ રેવાભાઇ પરમારની દિકરી દિવ્યાબેને તેના પતિ સહીત 6 જણા સામે શારીરીક માનસિક ત્રાસની ફરીયાદ નોંધાવતાં મહિલા પોલીસે તપાઇ હાથ ધરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ બે વર્ષ અગાઉ તેના લગ્ન જયેશ અંબાલાલ પરમાર સાથે થયેલ હતા. તેના બે વર્ષ પછી માનસિક શારીરીક ત્રાસ શરૂ થયેલ હતો. તને રાંધતા આવડતુ નથી અને તારી જરૂર નથી તારા બાપના ઘરે જતી રહે તેમ કહી અવાર નવાર માનસીક તેમજ શારીરીક ત્રાસ આપી ગડદા પટુનો માર મારી મેણાટોણા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે પતિ જયેશભાઇ અંબાલાલ પરમાર ,સાસુ આશાબેન,દીયર મહેન્દ્રકુમાર તેમજ અન્ય પરિવારજનો જયંતીભાઇ ઉર્ફે બળદેવભાઇ , ચેતનાબેન મહેન્દ્રકુમાર , નર્મદાબેન મહેશભાઇ પરમાર સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે 6 જણા સામે શારીરીક માનસીક ત્રાસની ફરિયાદ નોંધી હતી. જેની મહીલા પીઅેસઅાઇ બી.એમ.રબારી તપાસ ચલાવી રહયા છે.