સીંગોતરીયાની શાળાના શિક્ષકોની બદલી રોકવા ગ્રામજનોએ શાળાને તાળું માર્યું

શિક્ષકોના આંતરિક ઝઘડાને કારણે શાળામાંથી ત્રણ શિક્ષકોની બદલી કરાઈ શિક્ષકને પરત મૂળ સ્કૂલમાં લાવવા મુદ્દે...

DivyaBhaskar News Network | Updated - Jan 12, 2019, 03:27 AM
Sami News - the villagers locked the school to stop the change of teachers39 school teachers 032730
સમી તાલુકાના સીંગોતરીયા ગામે શાળાના શિક્ષકોના આંતરિક ઝઘડાને કારણે શાળામાંથી ત્રણ શિક્ષકોની બદલી થતા આ બદલી રોકવા માટે ગ્રામજનોએ પોતાના બાળકોને શાળાએ ન મૂકી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. બપોર બાદ શાળા બંધ કરી શાળાને તાળુ મારી દીધું હતું.

સમી તાલુકાના સીંગોતરીયા ગામની શાળા શિક્ષિકા રેવાબેન ભરતભાઈ પટેલ અને પટેલ હર્ષદભાઈ કાંતિલાલ વચ્ચે બાર માસ અગાઉ વિવાદ થતાં ગામલોકોએ અને પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સમાધાન કરાવ્યું હતું. પરંતુ શાળાની શિક્ષિકાએ પટેલ હર્ષદભાઈ સામે પોલીસ મથકે કેસ કર્યો હતો. શિક્ષકોના અંદરો અંદરના ઝઘડાને કારણે જિલ્લા શિક્ષણાધિકારીએ પટેલ હર્ષદભાઈ કાંતિલાલ અને આજ સ્કૂલમાં ફરજ બજાવતા તેમના પત્ની પટેલ વર્ષાબેન બાબુલાલની થોડા દિવસો અગાઉ સાંતલપુર તાલુકામાં બદલી કરી જ્યારે શિક્ષિકાની પાટણના સંડેર બદલી કરી હતી. ત્યારે ગ્રામજનોએ હર્ષદભાઈની બદલી ન કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ કોઈ પરિણામ ન મળતાં વાલીઓએ પોતાના બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો હતો અને જ્યાં સુધી શાળાના આ શિક્ષક દંપતિને પરત નહીં લાવેે ત્યાં સુધી પોતાના બાળકોને સ્કૂલે નહીં મૂકે તેવો નિર્ણય કર્યો હતો.

આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હરખાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ત્રણ શિક્ષકોની બદલીના વિવાદમાં વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે શાળા રાબેતા મુજબ ચાલુ જ છે.

અમારી સાથે તંત્ર દ્રારા અન્યાય કરાયો : શિક્ષકની પત્ની

સિંગોતરિયા પ્રા.શાળામા શિક્ષક તરીકે પતિ-પત્ની ફરજ બજાવતા બન્નેની બદલી સાંતલપૂર તાલુકામાં કરતા શિક્ષિકા વર્ષાબેન હર્ષદભાઈના જણાવ્યા મુજબ સ્ટાફના રીમાબેનને સમયસર આવવા જવાની બાબતમાં જિલ્લા શિક્ષણવડાએ બન્નેની બદલી કરી જેમા રીમાબેનને પાટણ તાલુકામાં વતનનો લાભ આપ્યો. જ્યારે મારા પતિ હર્ષદભાઈની સાથે મારી સાંતલપૂર તાલુકામા બદલી કરી છે.

X
Sami News - the villagers locked the school to stop the change of teachers39 school teachers 032730
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App