તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણના વડલી ગામને મોડેલ ગામ તરીકે વિકસાવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ તાલુકાના વડલી ગામમાં મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. વિવિધ સમાજની 2500 જેટલાની વસ્તી ધરવતાં ગામમાં સાક્ષરતા દર માત્ર 37 ટકા છે. આ ગામ પાટણથી માત્ર 7 કિલોમીટર દૂર હોવા છતાં ગામમાં બસની સુવિધા નથી ત્યારે ગામમાં તમામ સુવિધાઓ માટે અને ગામ સ્વચ્છ નીરોગી બને તે માટે સરપંચ અને તલાટી કમ મંત્રીએ પાટણ તાલુકા વિકાસ અધિકારી દેવેન પટેલેનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું આ ગામને મોડેલ ગામ બનાવવા માટે પસંદગી કરી છે. વધુંમાં જણાવ્યું કે ગામમાં વીજળી રસ્તા પાણી એસટી બસ આરોગ્ય સહિતની વિવિધ સુવિધાઓ છેવાડાના લોકોને મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાશે બાળક કુપોષિત ના રહે સાક્ષરતા દર ઊંચો આવે તેમજ સરકારની વિવિધ યોજનાઓનો તમામ લોકોને લાભ મળે તે માટે કામગીરી કરાશે.

નાયબ ચીટનીશ જીગરભાઈ પટેલ પાર્થિકભાઈ પટેલ જમીનભાઈ પટેલના સહયોગથી 40 જેટલા યુવાનો તેમજ ગ્રામજનોની મદદથી ગામને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો