તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં ઠેરઠેર બંધ પાડવામાં આવી રહ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશભરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં ઠેરઠેર બંધ પાડવામાં આવી રહ્યા છે ત્યારે બાલીસણા ગામે 19 ફેબ્રુઆરી ના રોજ બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે એક દુકાન ચાલુ હતી તેને લઇ બે યુવાનો વચ્ચે તું તું મેં થઈ હતી જેની અદાવત લઈ રવિવારે સાંજે બંને શખ્શો ઝઘડી પડ્યા હતા.એકબીજાને ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે પોલીસ મથકે સામ સામે ફરિયાદ નોંધાવી હતી.

બાલીસણામાં રહેતા હેતલકુમાર જેસંગભાઈ પટેલ સોમવારે સાંજે મસ્જિદ ચોકમાં બેઠો હતો તે વખતે ડેરગામનો કનુજી ઠાકોર કહેવા લાગ્યો કે ચાર દિવસ અગાઉ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા બાબતે બાલીસણા બંધ રાખવા માટે આવ્યા ત્યારે તું કેમ ના પાડતો હતો તેમ કઈ ઉશ્કેરાઈ જઈ નાક ના ભાગે છરી મારીને ઈજા કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે પાટણ તાલુકાના ડેર ગામના કનુજી ચમનજી ઠાકોર મીયાવાડા ચોકમાં બેઠા હતા તે વખતે હેતલ પટેલ આવીને ચાર દિવસ અગાઉ બંધ હતું એ અદાવત રાખી છરી મારી હોવાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સામસામે ગુનો નોંધી કેસની તપાસ એએસઆઇ વિક્રમસિંહ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો