તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી પરપ્રાંતિય દારૂના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી પરપ્રાંતિય દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડતા એ ડિવિઝન પીઆઇ જે.બી આસોડિયા ને જિલ્લા પોલીસ અધિક્ષકે સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો હતો.

પાટણ જિલ્લામાં દારૂ ની અસામાજિક પ્રવૃત્તિ ન ચાલે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભૂતડાએ તેઓ હાજર થયા તે દિવસથી જ તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપેલી છે તેમ છતાં પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારના એક મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી રૂ.30968 ના પરપ્રાંતિય દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી લીધો હતો આ વિસ્તાર એ ડિવિઝન પોલીસ મથકના હદનો હોવાથી એસ પી શોભા ભૂતડાએ એ-ડિવીઝન પી.આઇ જે.બી આસોડિયા ને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ એ ડિવિઝન પીઆઈ જે બી આસોડિયા અને અમદાવાદ ગ્રામ્ય માં બદલી થઈ હતી પરંતુ તેમણે હજુ એ ડિવિઝનનો ચાર્જ છોડ્યો ન હતો તેવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ થતા સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...