તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan News The Retired Acharya In Patan Will Conduct The Students Through Online Practice Test To Prepare For The Gujarat Exam 071205

પાટણમાં નિવૃત આચાર્ય ગુજકેટની પરીક્ષાની તૈયારી માટે છાત્રોને ઓનલાઇન પ્રેક્ટીસ ટેસ્ટ દ્વારા કરાવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં નિવૃત્ત આચાર્ય દ્વારા ગુજકેટમાં પરીક્ષા આપનાર સાયન્સના છાત્રો તૈયારીના ભાગ રૂપે ઘરે બેઠા ટેસ્ટ આપી શકે માટે ઓનલાઇન પ્રેકટીશ ટેસ્ટનું આયોજન કર્યું છે જેમાં છાત્રો ઓનલાઇન ગુજકેટની પરીક્ષામાં મદદરૂપ થાય તે માટેના તૈયાર ૪૦ પ્રશ્નોના પાંચ ટેસ્ટ લેવામાં
આવશે.

પાટણ શહેરની આદર્શ હાઇસ્કુલના નિવૃત્ત આચાર્ય લક્ષ્મણભાઈ પટેલ દ્વારા આગામી ૩૧ માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા હોય કોરોના ને લઇ શાળા-કોલેજોમાં રજા હોય ધોરણ 12 સાયન્સ ના છાત્રો શાળામાં આવી શકતા હોય ગુજકેટની પરીક્ષા અંગે તેમને તૈયારી કરાવી શકાય તેમ ન હોય તેવા પાટણ જિલ્લાના છાત્રોને મદદરૂપ થવા માટે ઓનલાઇન ઘરે બેઠા ટેસ્ટ આપી તૈયારી કરી શકે તે માટે ઓનલાઇન ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ અને મેથેમેટિક્સ ત્રણ વિષયના 40 -40 ગુણોના અલગ પ્રકારના ટેસ્ટ લેવામાં આવશે અને વિદ્યાર્થીઓ ટેસ્ટ સબમિટ કરતા તેનું તેનું પરિણામ જાણી પોતાની તૈયારીઓનું મૂલ્યાંકન કરી શકશે

વોટ્સએપમાં મેસેજ કરે એ છાત્રને ટેસ્ટની લિંક મળશ,કુલ પાંચ ટેસ્ટ લેવાશે

31 માર્ચે પરીક્ષા હોય છાત્રો ઘરે બેઠા ટેસ્ટ આપી તૈયારી કરી શકે માટે નવતર પ્રયોગ

ટેસ્ટમાં ભાગ લેવા છાત્રને આ કરવાનું રહેશે

જે પણ છાત્રો આ ટેસ્ટ આપવા માંગતા હોય તે નિવૃત આચાર્યઁના 9428753310 મોબાઈલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે તેમને whatsappમાં જ ટેસ્ટની લીંક આપવામાં આવશે.જે ખોલીને તે ઓનલાઇન ટેસ્ટ આપી પ્રેકટીશ શકશે

રજાઓમાં ઘરે બેઠા ટેસ્ટ લેવાશે

નિવૃત્ત આચાર્ય એલ કે પટેલે જણાવ્યું હતું કે શાળા કોલેજોમાં વેકેશન હોય 12 સાયન્સના છાત્રો શાળાએ ન આવી શકતા 31 માર્ચે ગુજકેટની પરીક્ષા હોય તેઓને માર્ગદર્શન માટે અને તૈયારીના ભાગરૂપે ઓનલાઇન ટેસ્ટ લેવાનું આયોજન કર્યું છે આમાં કોઇપણ ખર્ચ થશે નહીં.
અન્ય સમાચારો પણ છે...