- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Patan News The Results Of The Phd Examination Of The University Were Declared Admission Of 411 Students From 1883 070534
યુનિ.ની પીએચડી પરીક્ષાનું પરિણામ જાહેર,1883માંથી 411 છાત્રોને પ્રવેશ
હેમ. યુનિવર્સીટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષામાં 21 વિષયના પરિણામ જાહેર કર્યા છે. જેમાં 663 બેઠકો માટે પરીક્ષા આપેલ 1883 ઉમેદવારો માંથી ફક્ત 411 ઉમેદવારો જ પ્રવેશપાત્ર રહ્યા હ છે તો 21 વિષયો પૈકી ચાર વિષયમાં 259 માંથી 184 પરીક્ષાર્થીઓ નપાસ થયા હતા ત્યારે બેઠકો કરતા ત્રણ ઘણા ઉમેદવારો હોવા છતાં 252 બેઠકો ખાલી રહેવા પામી છે.
યુનિવર્સીટીમાં પીએચડીના અભ્યસક્રમ માટે કુલ 25 વિષયની 769 બેઠકો માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કર્યું હતું. જેમાં 95 ટકા યુનિ. અને 5 ટકા બહારના છાત્રોને લાભ આપવાનું પ્રથમ વખત નક્કી કરી ઓનલાઇન પરીક્ષા સહિત નેટ સ્લેટ પાસ વિદ્યાથીઓને પરીક્ષામાંથી મુક્તિ આપી. જેમાં અર્થશાસ્ત્રની પરીક્ષામાં ક્ષતિઓને લઇ રદ કરી એજ્યુકેશન વિભાગની બેઠકો માટે પરીક્ષા મુલત્વી રખાઈ હતી. ત્યારે 23 પૈકી મનોવિજ્ઞાન અને માઈક્રો બાયોલોજી વિષયના પરિણામની ચકાસણી ચાલી રહી છે અને શુકવારે કમિટી દ્વારા 21 વિષયના પરિણામ જાહેર કર્યા હતા જેમાં 663 બેઠકો માટે 1883 ઉમેદવારો પૈકી ગેરહાજરને બાદ કરતા 411 છાત્રો જ પ્રવેશ માટે માન્ય રહ્યા છે.
રદ થયેલ અર્થશાસ્ત્રની પરીક્ષા 11 એપ્રિલે યોજાશે
ઓનલાઇન પરીક્ષા દરમ્યાન અર્થશાત્રના વિષયમાં ક્ષતિઓ આવતા પરીક્ષા રદ કરાઈ હતી ત્યારે હવે આ પરીક્ષા સાથે બાકી રહેલ એજ્યુકેશન વિષય બન્નેની એક સાથે આગામી 11 એપ્રિલના રોજ સવારે 9 કલાકે યુનિવર્સીટી ખાતે પરીક્ષા યોજવાનો નિર્ણય લેવાયો છે. જેમાં અર્થશાસ્ત્રમાં રદ થયેલ પરીક્ષામાં હાજર રહેલા 82 પરીક્ષાર્થીઓજ પરીક્ષા આપી શકશે. તેવું પરીક્ષા કમિટી કન્વીનર ડૉ.મહેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું .
ચાર વિષયમાં જ ફક્ત 259માંથી 184 નપાસ
પીએચડીની 21 વિષયોની પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર થયા હતા જેમાં 1883માંથી 411 પરીક્ષાર્થીઓ જ પ્રવેશ માટે માન્ય રહ્યા હતા ત્યારે 21 વિષયો પૈકી બોટની વિષયમાં 46માંથી 20, કેમસ્ટ્રીમાં 122માંથી 28, સંકૃતમાં 82માંથી 26 અને જુયોલોજીમાં 9માંથી ફક્ત 1 જ પરીક્ષાર્થી પાસ થયો હતો અને ફક્ત 4 વિષયમા કુલ 259 માંથી ફક્ત 75 જ પાસ થયા હતા.
1350માંથી 350 જ પાસ થયા
પરીક્ષામાં કુલ 1883 ઉમેદવારોમાંથી 1390 છાત્રોને પરીક્ષા આપનાર હતા તેમજ 493 જેટલા છાત્રો સ્લેટ નેટ પાસ ઉચ્ચ ડિગ્રી હોઈ તેમને પરીક્ષા માંથી મુક્તિ આપી હતી ત્યારે 1390 છાત્રોએ આપેલ ઓનલાઇન પરીક્ષામાંથી ફક્ત 350 છાત્રો પાસ થયા હતા જેમાંથી 216 છાત્રોને પ્રવેશ મળશે તો પરીક્ષા મુક્તિ વાળા 493 છાત્રોમાંથી 195 છાત્રોને પ્રવેશ પાત્ર રહ્યા છે.