તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણના હિંગળાચાચર સહીત બજારમાં પોલીસ અને પાલિકા તંત્ર એ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણના હિંગળાચાચર સહીત બજારમાં પોલીસ અને પાલિકા તંત્ર એ સોમવારે ફરીથી દુકાન આગળના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી કેટલીક દુકાનના પાટીયા પરથી વેપારીની ગાદીઓ સહિતની ચીજવસ્તુઓ હટાવી દેવાતાં વેપારીઓ ઉશ્કેરાઈ જતાં હોબાળો મચી ગયો હતો જેમાં એસપી અને પાલિકા પ્રમુખને વેપારીઓએ રજૂઅાત કરતાં કામગીરી અટકાવી દેવાઇ હતી.જોકે બાદમાં પાલિકા દ્વારા સર્વે કરાયા વગરજ કરાતી દબાણ કાર્યવાહી માટે અાપેલો બંદોબસ્ત પોલીસ અધિક્ષકે પાછો ખેંચી લેતાં તેને પગલે દબાણ ઝૂંબેશને અસર પડી હતી.

શહેરના બગવાડાથી સિવિલ હોસ્પિટલની લાઈન તેમજ હિંગળાચાચર પાસેની કેટલીક દુકાનોના આગળના પાટીયા પર મુકેલી ચીજ વસ્તુઓ તેમજ વેપારીને બેસવા માટેની ગાદીઓ જપ્ત કરી લેવાતાં વેપારી અગ્રણી સુરેશભાઈ સી પટેલ,પાલિકાના કોર્પોરેટર મનોજ પટેલ અને મહાસુખભાઈ મોદી સહિતના અગ્રણીઓ પણ એકજૂટ થઇ આ રીતે કામગીરી ન કરવા માટે ટીમને રજૂઆત કરતાં કામગીરી અટકી ગઈ હતી.વેપારી અગ્રણી સુરેશભાઈ સી પટેલે જણાવ્યું હતું કે પોલીસ અને પાલિકા પાકા દબાણો હટાવે, નડતરરૂપ લારીઓ દૂર કરે ,તે કામગીરીને અમે આવકારીએ છીએ પરંતુ વેપારીઓને બેસવાની ગાદી અને નાની-મોટી વસ્તુઓ જપ્ત કરવામાં આવે તે યોગ્ય નથી અાવી ખોટી કનડગત થશે તો વેપારીઓને બંધનું એલાન આપવું પડશે.

અન્ય સમાચારો પણ છે...