તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં 2 કરોડના ખર્ચે અંબાબાઇ ધર્મશાળાનું નવિન ભવન બનાવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ શહેરમાં ચતુર્ભૂજ બાગથી હીંગળાચાચર વચ્ચે અાવેલ જુની પુરાણી અંબાબાઇ ધર્મશાળાને નવીન સુવિધાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અાશરે રૂ.2 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવી છે. રવિવારે અા જુના મકાનને ઉતારી લેવા માટેની કામગીરી હાથ ધરાઇ હતી.

શહેરના ચતુર્ભૂજ બાગથી હિંગળાચાચર ચોક વચ્ચે પાલિકાની માલિકીની અંબાબાઇ ધર્મશાળા અાવેલી છે જેમાં ગરીબ અને છત્ર વગરના લોકોને રહેવા માટેની સુવિધા પૂરી પડાય છે. અા મકાન જિર્ણશીણ થઇ ગયેલ હતું તેને લઇ પાલિકા દ્વારા નવીન મકાન બનાવવા સરકાર પાસે બજેટ માંગ્યું હતું. જે મંજુર થતાં અા કામનું ટેન્ડરીંગ તાજેતરમાં થયું હતું. કોહેન ઇન્ફ્રાસ્ટ્રકચર પાટણને કામ સોપાયું છે ત્યારે સોમવારે અા જુના મકાનને ઉતારી લેવા માટેની કામગીરી હાથ ધરાઇ હતી. અા મકાન બાર માસમાં પૂરી કરવાની હોય છે તેમ પાલિકાના સૂત્રોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો