તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં નગરપાલિકા આપના દ્વારે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમ ગુરુવારે યોજાયો હતો જેમાં કાજીવાડા મોટા ઝોનનું વિભાજન કરવા અગાઉ વારંવારની રજૂઆતો છતાં કોઇ કાર્યવાહી ન કરાતા પાણીની મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત આ વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવી હતી.જ્યારે નિયમિત સફાઈ થતી ન હોવાની ફરિયાદમાં કચરો લેવા માટે મેટાડોર શરૂ કરવા સૂચના આપી દેવામાં આવી હતી.

પાલિકા આપના દ્વારા કાર્યક્રમમાં પાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કર ઉપરાંત વિસ્તારના કોર્પોરેટરો ભરતભાઈ ભાટીયા, દામિનીબેન પ્રજાપતી અને મનિષાબેન જશુભાઈ ઠક્કર હાજર રહ્યા હતા જોકે ધર્મેશભાઈ પ્રજાપતિ હાજર રહી શક્યા ન હતા. ખાસ કરીને પાવર હાઉસ પાસે કચરાનું સ્ટેન્ડ બંધ કરવા, કાજીવાડા ઝોન મોટો હોવાથી પાણી પૂરું ન પડતાં ઘટ થતી હોવાથી અન્ય ઝોનમાં વિસ્તારો સમાવવા જૂની માગણીઓ અને તકલીફો અંગે મહિલાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઇ હતી. કોર્પોરેટર ભરત ભાટિયાના જણાવ્યા મુજબ મોતીસા અને ખાલક પુરા પાસે મોટી ટાંકીઓ બનાવી હોવાથી ત્યાં પાણી સ્ટોરેજમાં પડી રહેતું હોઇ રાજકાવાડા ઝોનમાં મોતીશા વિસ્તાર અને ખાન સરોવર ટાંકી સાથે વિજળકુવા વિસ્તાર સમાવી દેવાય તો સમસ્યા હલ થઈ જશે પરંતુ આ જુની રજૂઆતમાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી અને લોકો પીડાઇ રહ્યા છે. પાલિકા ઉપપ્રમુખે કચરાનું સ્ટેન્ડ બંધ કરવા પાલિકામાં ઠરાવવા અને કાજીવાડા ઝોન વિભાજન અંગે પણ યોગ્ય નિર્ણય કરવા ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...