તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ પાલિકા પાછળથી પસાર થતો હેરીટેજ રોડ વળાંકમાં પહોળો કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં પાલિકાના પાછળના ભાગેથી પસાર થતો હેરીટેજ રોડ પહોળો કરવા બાબતે પાલિકા પ્રમુખ દ્વારા કલેકટરને રજૂઅાત કરાતાં તેઅોઅે તાજેતરમાં સ્થળ નિરીક્ષણ કરીને અા રોડ પર પાલિકાની પાછળ અાવતા વળાંકો પહોળા કરવા માટે તૈયારી દર્શાવી હતી. જેમાં જીમખાના પાસે અાવેલ સ્પોર્ટ્સ સંકુલનો કોટ પણ અંદર લેવામાં અાવનાર છે.

બહારથી અાવતા ટુરીસ્ટો સીધે સીધા વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ જઇ શકે અને શહેરના ટ્રાફીકમાંથી પસાર ન થવું પડે તેને ધ્યાને લઇ પાલિકા અને માર્ગ મકાન વિભાગના સંયુકત પ્રયાસોથી હેરીટેજ રોડ મોતીસા દરવાજા બહારના સાંઇબાબા રોડથી પાલિકાના પાછળના ભાગે થઇ, કનસડા દરવાજા કાળીકા મંદીર, અઘારા દરવાજા, પારેવા સર્કલ, જયવીર -કોલેજ- ફાટક થઇ ટીબી ત્રણ રસ્તા સુધીના રોડને જોડી લઇ હેરીટેજ નામ અપાયું છે. જેમાં પાલિકાની પાછળ અને પારેવા રોડ પર રોડ રસ્તા ઠીકઠાક બનાવાયા છે પણ હજુ હેરીટેજને છાજે તેવા નથી. પાલિકા પાછળના રોડ પર ટ્રાફીક વધ્યો છે પણ તેમાં રસ્તો સાંકડો પડે છે. પાલિકાઅે તેનો કોટ અંદર ખસેડ્યો છે છતાં હજુ સંકડાશ હોઇ અા બાબતે કલેકટર અાનંદ પટેલે ગયા શનિવારે મુલાકાત લીધી હતી. જેમાં સ્પોર્ટ્સ સંકુલ તરફ વળાંકના ભાગે રસ્તો અંદર લેવાની જરૂરત માટે તેઅો સંમત થયા હતા. જેટલા વળાંકો અાવે છે તે પહોળા કરવા માટે સૂચિત કરાયું છે તેમ કોર્પોરેટર મધુભાઇ પટેલ અને ચીફ અોફીસર અાર.અેચ.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...