Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પત્ની પાસેથી દીકરીને લેવા જતાં પતિને સાસરીમાં ધોઈ નાખ્યો
સાંતલપુર તાલુકાના બકુત્રા ગામનો યુવકની પત્ની રિસાઈને તેના પીયર ધોકાવાડા ગામે હતી ત્યારે તેમની 13 માસની દિકરીની પહેલી હોળી હોઇ હોળીના દર્શન કરાવવા દિકરીને લેવા માટે સાસરીમાં જતાં પત્ની પિતા અને બે ભાઈઓએ માર માર્યો હતો.
મૂળ બકુત્રા ગામના વતની અને હાલે મહેસાણા તાલુકાના મુલસણ ગામે રહેતા દિનેશભાઇ હાજાભાઇ પરમારને તેમના પત્નીઅે દિકરીને લઇ જવા ફોન કરીને બોલાવતાં સોમવારે હોળીના દિવસે તેમના ભાઇ સાથે ગયા હતા. તેમની પત્નિ આઠેક માસથી તેના માવતરે રીસામણે બેઠેલ હોઇ તેમની પુત્રી કિંજલબેન ઉ.વ.13 માસને હોળી માતાના દર્શન કરાવવા માટે લેવા ધોકાવાડા ગામે ગયા હતા. ત્યારે સસરા શંભુભાઇ છગનભાઇ જેપાલે ઉશ્કેરાઇ જઇ માથાના ભાગે કપાળ ઉપર ટોમી મારી હતી જ્યારે શંભુભાઇના દિકરાઅો રોહિતભાઇ અને મનોજભાઇએ ધોકાથી હાથ,પગ તથા પીઠના ભાગે માર માર્યો હતો. જેમાં દિનેશભાઇના ભાઇ ગોવિંદભાઇ વચ્ચે છોડાવવા પડતા તેમને પણ બંને જણાઅે માર મારી ઇજાઓ પહોંચાડી હતી.ઇજાઅોથી દિનેશભાઇ બેભાન થઇ ગયા હતા બાદ સવારે ભાનમાં અાવતાં સાંતલપુર દવાખાને જતાં તેઅોઅે ધારપુર ખસેડાયા હતા. અા ઘટના સબંધે દિનેશભાઇઅે સસરા અને બંને સાળાઅો સામે સાંતલપુર પોલીસ મથકે બુધવારે ફરિયાદ નોંધાવી હતી.
બકુત્રાના યુવકની ધોકાવાડાના સસરા,બે સાળા સામે ફરિયાદ