પતિએ શંકા રાખી પત્નીને જાહેરમા પટ્ટા વડે ફટકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ આરટીઓ કચેરી ખાતે લાયસન્સ કઢાવવા ગયેલી મહિલાને પાછળથી તેનો પતિ આવીને ખોટો વહેમ રાખીને પટ્ટા વડે માર મારવા લાગ્યો હતો. ત્યાથી મહિલા ભાગીને તેના પિતાને ઘરે ગઇ હતી આ અંગે મહિલાએ પાટણ મહિલા પોલીસ મથકે જઇને પતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

પાટણશહેરમાં રહેતી મહિલા પ્રિયદર્શનાબેન ફતેસિંહ ઠાકોર લગ્ન આજથી પંદર વર્ષ પહેલા પાટણ વેરાઇ ચકલા રહેતા શક્તિ પ્રતાપજી ઠાકોર સાથે થયા લગ્ન જીવન દરમ્યાન એક દિકરી 7 વર્ષની છે.મહિલા પર તેના પતિ ખોટો વહેમ રાખતા આ બાબતે બોલાચાલી થયેલ જેથી મહિલા અલગ રહેતા હતા તેઓ નોકરી કરીને ગુજરાન ચલાવતા હતા પણ શનિવારે બપોરે આરટીઓ કચેરી ગોલાપુર ખાતે ટેસ્ટ આપવા મહિલા ગઇ હતી.ત્યારે તેનો પતિ શખ્શ શક્તિ પ્રતાપજી ઠાકોર તેની પાછળ જઇને ખોટો વહેમ રાખીને પટ્ટા વડે મહિલાને મારવા લાગ્યો હતો. બુમા બુમ કરતા લોકો ભેગા થઇ હતા. બાદમા મહિલા તેના પિતાના ઘરે જઇને આ અંગે મહિલા પોલીસ મથકે શખ્સ શક્તિ પ્રતાપજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...