પોણા ડિગ્રીના વધારા સાથે સતત બીજા દિવસે ગરમીનું જોર યથાવત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉ.ગુ.માં ગુરુવારે ગરમી પોણા ડિગ્રી જેટલી વધી હતી. જેના કારણે સતત બીજા દિવસે પણ ગરમીનું જોર યથાવત રહ્યું હતું. જો કે રાત્રીના તાપમાનમાં અડધા ડિગ્રીનો ઉતાર ચડાવ જોવા મળ્યો હતો.

ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોનું તાપમાન ગુરુવારે 33 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. જેના કારણે બપોરે 12 થી 3.30 વાગ્યા સુધી ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહ્યું હતું. બીજી બાજુ દિવસ દરમિયાન પ્રતિ કલાકે 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દિવસના તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે રાત્રિનું તાપમાન લગભગ સ્થિર રહેશે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન

શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 32.7(+0.7) 16.0(-0.6)

પાટણ 32.8(+0.4) 15.5(-0.2)

ડીસા 33.0(0.0) 14.2(+0.6)

ઇડર 33.0(+0.5) 15.8(+0.3)

મોડાસા 32.7(+0.6) 15.0(-1.2)
અન્ય સમાચારો પણ છે...