તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાવા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ 80 હજારની લાંચ લેતા ઝડપાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસ પૂર્વે નંબર પ્લેટ વીનાના એકટીવા ઉપર દારૂની પોટલીઓ સાથે મલેલા શખ્સ સામે કાર્યવાહીના મુદ્દે રૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતો ઉનાવા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ સોમવારે સાંજે પાટણ એસીબીએ ગોઠવેલા છટકામાં ઝડપાઇ ગયો હતો. અગાઉ આજ કેસમાં ઝડપાયેલા કોન્સ્ટેબલે રૂ.50 હજાર વસુલ્યા હતા.

બે દિવસ પહેલા ડાભી ગામ નજીકથી નંબર પ્લેટ વીનાના એકટીવા ઉપર દારૂની પોટલીઓ સાથે શખ્સ ઝડપાયો હતો. પરંતુ તે સમયે ઉનાવા પોલીસે તેની વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરી ન હતી. અને તે પેટે રૂ.1,30,000 ની માંગણી કરી હતી. કેસ થતો અટકાવવા શખ્સે રૂ.50 હજાર ચુકવ્યા હતા. જયારે બાકી રૂ.80,000 સોમવારે આપવાનો વાયદો કર્યો હતો. જો કે, યુવાન લાંચ આપવા માંગતો ન હોઇ તેને પાટણ એસીબીમાં આ સબંધે ફરિયાદ આપી હતી. જે અંતર્ગત પાટણ એસીબી પી.આઇ.એ.પી.સોંકીએ સોમવારે સાંજે છટકુ ગોઠવ્યુ હતું. જેમાં સાંજે આશરે સાત વાગે ઉનાવા સ્થિત આલ્ફા હોટલની સામે ઉપરોક્ત કેસમાં લાંચની રકમ સ્વીકારતા પોલીસ કોન્સ્ટેબલ મિતેશ ઠાકોર નજીકમાં હાજર એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. ઉનાવા પોલીસ સ્ટેશન લવાયેલા પોલીસ કોન્સ્ટેબલ મિતેશે એસીબી પીઆઇ પી.આઇ. સમક્ષ ચોંકાવનારી કબુલાત કરી હતી. એસીબીએ વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો