વારાહી ગાૈશાળાની ગાયોના લાભાર્થે સંતવાણીની રમઝટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વારાહીના જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીભીડભંજન હનુમાનજી ગૌશાળાના લાભાર્થે ભવ્યાતિભવ્ય શ્રીમદ ભગવતકથામાં સંતવાણીનું આયોજન અમદાવાદમાં આધશકિત ધામ શુકન બંગલો સાયન્સ સિટી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં કથાકાર પૂ. કનકેશ્વરી માતાજીની નિશ્રામાં કલાકારો કીર્તીદાન ગઢવી ,બીજરાજ ગઢવી અને માયાભાઇ અાહીર, અાશાબેન કારેલીયાઅે શ્રોતાઅોને ભક્તિસંગીતમાં રસ તરબોળ કર્યા હતા.

વારાહી ગૌશાળા માં અંદાજે 6000 જેટલી ગૌમાતાને અાશ્રય અપાઇ રહયો છે.જેના નિભાવ માટે કાર્યક્રમમાં કલાકારોએ સવાર સુધી મોજ કરાવી હતી અને ગૌ ભક્તોએ ઉદારહાથે ઘોર કરી રૂપીયાનો વરસાદ વરસાવ્યો હતો . હાલે એક ગાયના રૂ. ૧૫૦૦૦ મુજબ દત્તક યોજના પણ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં દાતાઅો દ્વારા ઉદાર હાથે દાન વરસાવ્યું :ગાય દીઠ રૂ. 15000 ની દત્તક યોજના બનાવાઇ

અન્ય સમાચારો પણ છે...