તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારીજ તાલુકાના સરવાલ ગામ નજીક કારનું ટાયર ફાટતા ડિવાઈડર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હારીજ તાલુકાના સરવાલ ગામ નજીક કારનું ટાયર ફાટતા ડિવાઈડર સાથે કાર અથડાતા શિક્ષકનું મોત નીપજ્યું હતું.જ્યારે તેમની પત્નીને ગંભીર ઈજા થતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.શિક્ષકના મોતને લઈ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.

સમી તાલુકાના સિગોતરીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાવળ મોહનભાઈ બલાભાઇ મૂળ.અમદાવાદ તેમની કાર જીજે 01 અેચવી 4462 લઈને પત્ની સાથે મંગળવારે સવારે બહાર જવા નીકળ્યા હતા ત્યારે સરવલા ગામ નજીક રોડ પર અચાનક કારનુ ટાયર ફાટતા કાર ડિવાઇડરથી અથડાતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં મોહનભાઈ તેમજ તેમની પત્ની લીલાબેન ગંભીર ઇજાઓ થઇ હતી.તેઓને તાત્કાલીક 108 પાટણ જનતા હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન મોહનભાઇનુ મોત નીપજયું હતું.મહિલાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.

આ અંગે વિનુભાઈ શંકરભાઈ રાવળે હારીજ પોલીસ મથકે ગુનો નોંધાવી અકસ્માત નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો