તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં આયોજિત ભાગવત કથાનું ભક્તિમય માહોલમાં સમાપન થયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા 3 થી 9 જાન્યુઆરી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું જેનું ગુરુવારે સમાપન થયું હતું. અંતિમ દિવસે 51 પોથીના યજમાનોના પરિવારજનોને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી.

શહેરના બળિયા હનુમાન ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથાના સપ્ત દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત કરાયેલ શ્રીમદ ભાગવત કથામાં 3 થી 9 જાન્યુઆરી સુધી વક્તા પરમ પૂજ્ય શરદભાઈ વ્યાસ (દાદા)દ્વારા શ્રીમદ ભાગવત કથાનું શ્રોતાઓને રસપાન સહીત વિવિધ મનોરથની સાથે ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ ઉત્સવોની પણ ઉજવણી કરવામાં આવી હતી.

છેલ્લે કથા સ્થળે અન્નકૂટ ભરાયો હતો તેમજ યજમાનો, દાતાઓ, તેમજ પોથી પરિવારો સાથે ભારત વિકાસ પરિષદના સભ્યોનું સારા કાર્ય અને સેવા બદલ ખેસ પહેરાવી બહુમાન કરવામાં આવ્યું હતું.ભારત વિકાસ પરિષદ પાટણ દ્વારા પણ વક્તાનું વિવિધ મોમેન્ટો અર્પણકરી આશીર્વાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો