તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Patan News The Ambabai Dharamshalana Which Is Situated In Front Of Quadrilhad Garden By The Municipality In Patan 032603

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં પાલિકા દ્વારા ચતુર્ભુજ બાગ સામે આવેલ અંબાબાઈ ધર્મશાળાનુ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટણમાં પાલિકા દ્વારા ચતુર્ભુજ બાગ સામે આવેલ અંબાબાઈ ધર્મશાળાનુ મકાન તોડી પાડીને ગરીબોને રહેવા માટે નવા આવાસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એમાં ચાલતા ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયના આચાર્યા દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને ગેરકાયદેસર રીતે મકાનને તોડફોડ કરી તાલીમ મેળવતી જરૂરતમંદ સ્ત્રીઓને નુકશાન પહોચાડેલ હોવાથી પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે.

ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલયના આચાર્ય મોચી મીરાબેન રમણલાલ દ્વારા રજુઆતમાં જણાવ્યા મુજબ ધર્મશાળાના મકાનમાં ચીમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય નામની રજીસ્ટર્ડ સંસ્થા આશરે સો વર્ષ અગાઉ ગાયકવાડ સરકાર દ્વારા ગરીબ અને સામાન્ય વર્ગની બહેનોને રોજગારી મળે અને તેઓ પગભર થાય તે હેતુથી શરૂ કરવામાં આવી હતી જે સંસ્થા આજે પણ કાર્યરત છે. આ સંસ્થાની મિલકત સો વર્ષ અગાઉથી ગાયકવાડ સરકારે આપેલ હતી જેનું ભાડું નિયમિત રીતે નગરપાલિકાને ચુકવવામાં આવે છે ત્યારે 24 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે અમારી સંસ્થામાં ગેરકાયદે પ્રવેશ કરી સંસ્થાના તાળા તોડીને માલમિલકતને નુકસાન કરાયું છે તે સામે પગલા લેવાની માગણી કરાઈ છે. સાથે 25 ફેબ્રુઆરીના રોજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે જતા ફરિયાદ ન લેવાઇ હોવાની રાવ પણ પોલીસવડાને કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો