સુખડિયા સમાજના 22 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય પ્રવેશ કર્યો

Chanasma News - the 22 newlyweds of sukhadya society acted in goddesses and entered into meditation 021233

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:12 AM IST
તીર્થધામ બહુચરાજી ખાતે સોમવારે શ્રી વિશા શ્રીમાળી સુખડિયા જ્ઞાતિ સમાજ આયોજિત શેઠ દલસુખરામ મગનલાલ સુખડિયા (વડનગરવાળા) પ્રેરિત 23મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 22 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી દામ્પત્ય જીવનની કેડીએ પ્રયાણ કર્યું હતું.

નવદંપતીઓને દાતાઓ દ્વારા તિજોરી, ચાંદીના સિક્કા, ટ્રાવેલિંગ બેગ, અમેરિકન ડાયમંડ મંગલસૂત્ર સહિત 25થી વધુ ચીજવસ્તુઓ ભેટ અઆઇ હતી. સમાજના પ્રમુખ સતિષભાઇ એ. સુખડિયા ચાણસ્મા, મહામંત્રી હસમુખભાઇ સુખડિયા માણસા, સમૂહલગ્ન કમિટીના ચેરમેન મહેન્દ્રભાઇ સુખડિયા અમદાવાદ સહિત રાજ્યભરમાંથી સમાજના ભાઇઅો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

X
Chanasma News - the 22 newlyweds of sukhadya society acted in goddesses and entered into meditation 021233
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી