તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાની 795 પ્રા.શાળાના છાત્રોના ઘરે જઇ શિક્ષકો એકમ કસોટી નોટબુક પહોંચાડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે તકેદારીના પગલારૂપે શાળાઓમાં 16 થી 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ હોઇ સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઘરે રહીને આગામી વાર્ષિક પરીક્ષા માટે પૂરતું પુનરાવર્તન અને લેખન મહાવરો કરી શકે તે માટે તેમની એકમ કસોટી નોટબુક વિદ્યાર્થીઓના ઘરે જઈ આપવા વર્ગ શિક્ષકોને આદેશ કરાતા જિલ્લાની 795 પ્રાથમિક શાળાના ધોરણ ૩ થી ૮ માં અભ્યાસ કરતા એક લાખથી વધુ બાળકો ના ઘરે વર્ગ શિક્ષક એકમ કસોટી નોટબુક આપવા જવાનો બુધવારથી પ્રારંભ કરી દીધો હતો.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીને આપેલ એકમ કસોટી નોટબુક 30 માર્ચ ના રોજ શાળામાં પરત મગાવવા અને દરેક વર્ગ શિક્ષકે પુન: જમા લેવા સુચના આપવામાં આવી છે. એકમ કસોટી નોટબુક ઉપરાત ભાષાદીપ પણ વિદ્યાર્થીઓને પહોંચાડવા માટે સૂચના અપાઇ છે. મુલાકાત દરમિયાન વિદ્યાર્થી-વાલીને કોરોના વાઇરસના ચેપથી બચવા શું કરવું અને શું ના કરવું તેની સમજ આપવામા અાવશે. ગુરુવારથી કેટલીક ગુજરાતી ખાનગી ચેનલ પર થી બપોરના સમયે તજજ્ઞ શિક્ષકો દ્વારા ધોરણ ૬ થી ૮ અંતર્ગત પુનરાવર્તન કાર્ય કરાવવામાં આવશે તેની વિદ્યાર્થીઓ અને વાલીઓને જાણ કરવા માટે સૂચના આપી છે.

શિક્ષકો વાલીઓ અને છાત્રોને કોરોના વાઈરસથી બચવા શું કરવું,શું ન કરવું તે પણ સમજાવશે


અન્ય સમાચારો પણ છે...