તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ શિહોરી હાઈવે પર મેલુસણ પાસે ભૂસ્તર અધિકારીએ ઓચિંતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શિહોરી હાઈવે પર મેલુસણ પાસે ભૂસ્તર અધિકારીએ ઓચિંતી તપાસ કરી રોયલ્ટી ભર્યા વગર રેતીની ચોરી કરતા ચાર ડમ્પર ને પકડી પાડ્યા હતા અને તેમને રૂ.10લાખનો દંડ ફટકારવા માટે ની કાર્યવાહી હાથ ધરી હતી.

શિહોરી હાઇવે પર શુક્રવારે ચાર ડમ્પર રોયલ્ટી ભર્યા વગર રેતીની ચોરી કરીને પસાર થઈ રહ્યા હતા તે વખતે ખાણ અને ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી યસ જોશીએ આકસ્મિક તપાસણી હાથ ધરી હતી અને રેતીની ચોરી કરીને જતા ચાર ડમ્પર પકડી કુલ રૂ.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો હતો. બાદમાં રેતી ભરેલા ચારે ડમ્પર પાટણ કલેકટર કચેરી સંકુલમાં લવાયા હતા બાદમાં રેતીની ચોરી કરનાર શખ્શો ને રૂપિયા 10 લાખનો દંડ ફટકારવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લા માંથી વર્ષ 2018 માં ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ ખનન, વહન, અને સંગ્રહ કરવાના 154 કેસ કરીને રૂ. 2.54 કરોડ ની વસુલાત કરવામાં આવી હતી સરકારે તંત્રને આપેલા ટાર્ગેટ કરતા અઢી ગણી વધારે વસુલાત કરવામાં આવી છે તેવું રોયલ્ટી ઇન્સ્પેકટર પરેશ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...