સુરતના શખ્સે પાટણમાં આવી 25 લાખની ઉઘરાણી કરી ધમકી અાપી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરમા રહેતા યુવાન પાસે 25 લાખની ખોટી રીતે ફોન ઉપર ઉઘરાણી કરતો સુરતનો શખ્સ ઇક્કો ગાડી લઇને ઘરેઆવીને પરીવારના સભ્યોને જેમ ફાવે તેમ બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની મહિલાએ પોલીસ મથકે રાવ કરી હતી.

પાટણ શહેરના ગોળશેરી રહેતા મુકેશભાઇ સોમાભાઇ પ્રજાપતિએ સુરતમાં ધંધાર્થે સુરતના મિત્ર પટેલ અમિતભાઇ હસમુખભાઇ પાસેથી ઉછીના 5 લાખ લીધા હતા. પરંતુ તે રકમ પરત કરી હતી. બાદ મિત્ર પટેલ અમિતભાઇ 7 મે 2019ના રોજ પાટણ મુકેશભાઇના ઘરે અાવીને પરીવાર સભ્યો હાજરીમાં ફાવે તેમ બોલીને રૂ.25 લાખની માંગણી કરી હતી. આ રકમ દસ દિવસમાં આપી દેજો નહિ ચુકવો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે મહિલા જલ્પાબેન મુકેશભાઇ પ્રજાપતિએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે શખ્સ અમિતભાઇ હસમુખભાઇ રહે .કપડવંજ હાલ રહે.સુરત સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...