તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં સોમવારથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં સોમવારથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગયા વર્ષે જળસંચય અભિયાનમાં 100 જેટલા નાના સ્વૈચ્છિક સંગઠનો અને સહકારી મંડળીઓની લોકભાગીદારીથી તળાવો ઉંડા કરવા સહિતના જળસંચયના 469 કામો કર્યા હતા. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પાટણ જિલ્લાને સોમવારે દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય જળ પુરસ્કારથી સન્માનિત કરાશે.

સોમવારથી પાટણ જિલ્લામાં શરૂ થઈ રહેલા સુજલામ સુફલામ જળ અભિયાન મા રૂ 7.85 કરોડના ખર્ચે જળસંચયના 483 કામો લોકભાગીદારીથી કરાશે.જેમાં તળાવ ઊંડા કરવા, ચેકડેમ રીપેરીંગ, નવા ચેકડેમ બનાવવા, માટીપાળા, નર્મદા કેનાલની સફાઈ પાણીની લીકેજ પાઇપલાઇનો નું રીપેરીંગ વાલ રીપેરીંગ પાણીની ટાંકી સાફ સફાઈ સહિતના કામો ૩૧ મે સુધી કરાશે જેમાં 40 ટકા લોકફાળો અને 60 ટકા ખર્ચ સરકાર આપશે. અભિયાનમાં વિવિધ સંસ્થાઓને જોડવા માટે તંત્રના પ્રયાસો ચાલી રહ્યા છે તેવું સુજલામ સુફલામ જળ અભિયાનના કોર્ડીનેટર ડી.સી.પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો